Homeરાષ્ટ્રીયઆસામમાં પૂરને પગલે વધુ 7 લોકોના મૃત્યુ, સિલચરની હાલત કફોડી

આસામમાં પૂરને પગલે વધુ 7 લોકોના મૃત્યુ, સિલચરની હાલત કફોડી

-

Assam Flood News Update ગુવાહાટી : આસામમાં વરસતો વરસાદ આફત બની રહ્યો છે. આસામ પૂર સાથે ભૂસ્ખલનને કારણે ખુબ ખતરનાક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતને કારણે વધારે 7 મૃત્યુ નોંધાયા છે. વિનાશક પુરને પગલે એપ્રિલથી હાલ સુધીમાં 107 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે રાજ્યના 30 જિલ્લાઓમાં 45 લાખ કરતા વધારે લોકો અસરગ્રસ્ત છે.

પ્રાપ્ત વિગતો મુજબ સિલચર શહેર પૂરના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. સીલચરમાં છેલ્લા ચાર દિવસથી લોકો વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. બરાક ખીણમાં અંદાજે ત્રણ લાખ લોકો બરાક નદીના જળસ્તરને કારણે પ્રભાવિત છે જ્યારે 71,000 કરતા વધારે લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં લોકો ખોરાક, વીજળી અને પીવાના પાણીની તીવ્ર અછત હોય વાયુસેના પણ રાહત દળો સાથે રાહત કામગીરીમાં જોડાઈ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...