Homeગુજરાતરાજકોટરાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 કર્મી સહિત 5ની રિમાન્ડ મંજૂર, દારૂકાંડ મામલે વધુ...

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 કર્મી સહિત 5ની રિમાન્ડ મંજૂર, દારૂકાંડ મામલે વધુ ખુલાસા આવશે સામે ?

-

Rajkot News Gujarati : ગત તારીખ 18ના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 પોલીસ કર્મચારી દારૂ ભરેલા કન્ટેનર મામલે આરોપી બની ગયા છે. આ આરોપીઓ દારૂના કન્ટેનર Liquor Container અપહરણ કરી લાવેલા તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની ઝપટે ચડી ગયા હતા. આ મામલે સાયલા પોલીસ સ્ટેશને Sayla Police Station આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

કથિત રીતે રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી અને અપહરણની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીને આધારે આરોપીઓ રંગેહાથ ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીમાં કોન્ટસ્ટેબલ દેવા ધરજીયા, હેડ કોન્ટસ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. સાથે જ ટ્રકનો રાજસ્થાનનો વતની ડ્રાયવર કે જેનું અપહરણ કરાયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે તે જગદીશ ઉમેદરામ બેનીવાલ સહિત 5 ઓરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Rajkot Crime Branch ના 4 કર્મી સહિત 5ની 5 દિવસની રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

આ મામલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આરોપીઓ ખરેખર દારૂ કેમ લાવ્યા હતા, કોઈને વેચેલો છે કે કેમ જેવા સવાલો હજૂ અકબંધ છે તેની તપાસ ચાલશે તેવી સંભાવના છે.

ત્યારે પોલીસે આજે તમામ પાંચ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ Remand મેળવ્યા હતા. હવે જોવું રહ્યું કે સાયલા પોલીસ રિમાન્ડના 5 દિવસ દરમિયાન તપાસ કરી કેવી માહિતી બહાર લાવે છે. સાયલા પોલીસની વધુ તપાસ બાદ જ માહિતી મળી શકશે કે આરોપીઓ દ્વારા ખરેખર કેવી રીતે આ કાંડ પાર પાડવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ કર્મચારીઓ સાથે બુટલેગર સૌરભ ઉર્ફે લાલો ચાંદરાણી શું કરતો હતો ? અને શા માટે બુટલેગર સાથે આરોપી પોલીસ કર્મીઓ આ પ્રકારનો સબંધ રાખતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મંગળવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી આરોપી 1 કોન્સ્ટેબલ અને 3 હેડ કોન્સ્ટેબલ સહિત મહિલા PSI ભાવના કડછાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....