Homeગુજરાતરાજકોટકલેકટર તંત્રને ઑપરેટર પુરા પાડતી ખાનગી કંપની વિરૂધ્ધ આવેદન આપતા કર્મચારીઓ: રાજકોટ

કલેકટર તંત્રને ઑપરેટર પુરા પાડતી ખાનગી કંપની વિરૂધ્ધ આવેદન આપતા કર્મચારીઓ: રાજકોટ

-

રાજકોટ કલેકટર(Rajkot Collector) તંત્રના જ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની(Contract base employee) હાલત કફોળી ત્યારે અન્ય વિભાગોની હાલત તો કેવી હશે, કેટલાક કર્મચારીનો પગાર મીનીમમ વેજીસ કરતા પણ ઓછો…

રાજકોટ કલેકટર ને આપ્યું આવેદન Application to Rajkot Collector by Contract Base Employee

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી અને સમગ્ર જિલ્લામાં મેન પાવર સપ્લાય માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અગાઉ પણ રાજકોટ કલેકટર કચેરી સહિતના સ્થળો પર ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું શોષણ થવાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા.

પરિણામે જે તે કંપનીને હટાવી સંત દેવીદાસ નામની નવી કંપની લાવવામાં આવી છે. પરંતુ આ કંપની પણ અગાઉની જેમ કર્મચારીઓને સમયસર પુરો પગાર નહીં કરી અને પી.એફ. નહીં ભરી તેમનું શોષણ કરવામાં અગ્રેસર હોય તેમ જણાય છે.

રાજકોટ કલેકટર કચેરી અને તાલુકા કક્ષાના કોન્ટ્રાક્ટ બેઝ ઑપરેટરોની હાલત કફોળી છે. આ બાબતે કોન્ટ્રાક્ટ બેઝ ઑપરેટરો દ્વારા ગઈકાલે ગુરૂવારના રોજ રાજકોટ કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.

વધુ વાંચો – બિઝનેસમેનના ઘરેથી 150 કરોડ રૂપિયા મળ્યા, નોટોની ગણતરી હજુ ચાલુ…

જેમાં કર્મચારી દ્વારા જણાવાયું છે કે તેમને જાહેર રજાના દિવસોમાં પણ કામ કરવા મજબુર કરાય છે પણ તે પેટે વેતન નથી ચૂકવાતુ. તેમજ સમયસર તેમના પી.એફ.ની રકમ પણ નથી જમા કરાવાતી. કર્મચારીઓની માગણી છે કે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને તેમના પ્રશ્નનું નિરાકરણ થાય.

Application to Rajkot Collector by Contract Base Employee
Application to Rajkot Collector by Contract Base Employee

પરંતુ કેટલાક કર્મચારીઓ ઑફ ધ રેકોર્ડ જણાવે છે કે તેમનો પગાર મીનીમમ વેજીસ કરતા પણ ઓછો છે. કારણ કે કંપની એ એન્ટ્રી પર પૈસા તેમજ દિવસ પર પૈસા જેવા હાથ કંડા અપનાવ્યા છે. જેના લિધે તેઓ કાયદેસર રીતે ગરીબ કર્મચારીઓની મહેનતના પૈસા સીફત પુર્વક પોતાના ગજવામાં ભરી લે છે.

આ પહેલાની એક ખાનગી કંપની શોષણ કરતી હોવાની મોટા પાયે રાવ ઉઠી હતી. જેના લીધે તેને હટાવી સંત દેવીદાસ નામની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ તેમના દ્વારા પણ કર્મચારીને જાહેર રજાના દિવસે કામ કરાવી પુરા પૈસા નહીં ચૂકવવા અને સમયસર કર્મચારીના પી.એફ. નહીં ભરવા જેવી અનેક ફરિયાદો ઉઠી છે.

ત્યારે સવાલ એ છે કે કલેકટર તંત્રના જ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની હાલત આ હોય ત્યારે અન્ય વિભાગોની હાલત તો કેવી હશે ?

Must Read