Homeટેકનોલોજી₹2.97 કરોડમાં વેચાણ થયું Apple -1 કમ્પ્યુટર, જાણો તેના વિષે રસપ્રદ માહિતી

₹2.97 કરોડમાં વેચાણ થયું Apple -1 કમ્પ્યુટર, જાણો તેના વિષે રસપ્રદ માહિતી

-

₹2.97 કરોડમાં વેચાણ થયું Apple-1 કમ્પ્યુટર જેને 45 વર્ષ પહેલા સ્ટીવ જોબ્સે પોતાના હાથથી તૈયાર કર્યું,હાલમાં પણ આ કમ્પ્યુટરની ડીમાંડ છે.

Apple ના સૌથી પહેલા કમ્પ્યુટર Apple-1 હાલ માં નીલામી(auctioned) માટે રાખવામાં આવ્યું હતું, તે કમ્પ્યુટર 4 મિલિયન ડોલર (2.97 કરોડ રૂપિયા) માં વેચાણ કરવામાં આવ્યું. આ કોમ્પ્યુટરની સૌથી મોટી વાત છે કે તે કંપનીના ફાઉંડર સ્ટીવ જોબ્સ(steve jobs) અને સ્ટીવ વોઝનિયાકે તેમના હાથે બનાવેલ હતું. 45 વર્ષ જૂના આ કોમ્પ્યુટર બંને ફાઉંડરે પોતે જ ડિઝાઈન કર્યું હતું અને પોતે જ તેનું ટેસ્ટીંગ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં જોબ્સ અને વોજનીકએ મદદ કરવા માટે બીજા બે લોકોને તેમની સાથે રાખ્યા હતા.

આ નામથી પણ ઓળખાય છે Apple-1
આ કોમ્પ્યુટરને Chaffey College Apple-1 કોમ્પ્યુટરના નામથી પણ ઓળખાય છે, કારણ કે તેનો માલિક ખરેખર Chaffey College ના પ્રોફેસર હતા. તેમણે વર્ષ 1977 માં Apple-II કોમ્પ્યુટર ખરીદવા માટે એપલ-1 કમ્પ્યુટર તેના એક સ્ટુડન્ટને વેચાણ કર્યું હતું તે સમયે આ કોમ્પ્યુટર માટે પ્રોફેસરે માત્ર 650 ડોલર લીધા હતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Apple- 1 Computer – Steve Jobs on stage in front of an old photo of Jobs and Steve Wozniak – image Getty Images

વર્કિંગ કન્ડિશનમાં છે, એપ્પલનું પહેલું કમ્પ્યુટર
એપ્પલ-1 આ વિશ્વભરમાં આવેલા 60 યુનિટ્સ માનું એક છે. તે ચાલુ 20 એપલ-1 કોમ્પ્યુટર્સમાં પણ સામેલ છે જે આ કાર્ય કરી રહ્યા છે. એપ્પલ-1 કેસેજવાળા મદરબોર્ડની સાથે આવતા હતા અને તેના કીબોર્ડ્સ અને મોનિટર્સને અલગથી વેચાણ કરવામાં આવતા હતા. કમ્પ્યુટર હવાઈના ખાસ લાકડા koa wood કેબિનેટ સાથે પણ આવતા. એપ્પલએ આ વુડ કેસીંગ સાથે ફક્ત 200 કમ્પ્યુટર્સ તૈયાર કર્યા હતા.

કંપોનેન્ટ્સ પાર્ટ્સ માટે વેચાણ કરવામાં આવતું
જોબ્સ અને જનયેક મોટાભાગના એપલ-1 કોમ્પ્યુટર્સ માટે કંપોનેન્ટ્સ પાર્ટ્સ તરીકે વેચાણ કરતા હતા. એક કોમ્પ્યુટર શોપએ 50 યુનિટ્સ ની ડિલિવરી લીધી હતી, અને ઘણાને વુડી કેસીંગ માં ડીઝાઈન કરી હતી, તેને જોઈને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું.

Must Read