Viral Video News in Gujarati : માનવીઓ સંગઠીત બની એક બીજાની મદદ કરતા હોય તેવી વાત તો આપણે સાંભળી હોય. પરંતુ પ્રાણીઓ પણ એકબીજાના કપરા સમયે મદદ કરી એકબીજાને મદદરૂપ બનતા હોય તેવી વાત ભાગ્યે જ સાંભળી હોય. પરંતુ અહીં બકરી અને ગધેડાની (Donkey Helps Got) વચ્ચે ટીમ વર્ક (Animal Team Work) જોવા મળે છે, જેમા ગધેડો એક ભુખી બકરીને મદદ કરી તેને ભુખને શાંત કરાવે છે.
Viral Video : હરણની છલાંગ જોઇને તમે પણ ચોકી જશો
કેટલીક ઘટનાઓ જોઈ આપણે આશ્ચર્યચકિત બની જતા હોય છીએ. તેમ આ વીડિયોમાં (Video) બકરીની મદદ કરતો ગધેડો કેમેરામાં કેદ થયો છે જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત બની જાય છે. અને કહે છે વાહ પ્રાણીમાં પણ કેવી સમજદારી હોય છે કે એક બીજાના કપરા સમયે મદદ રૂપ બની જાય છે.
કૂતરાની પીડા જોઈ બનાવી વ્હિલ ચેર, જૂઓ ઈમોશનલ વીડિયો
Viral Video News વીડિયો બકરીની ભુખ શાંત કરવા ગધેડાએ મદદ કરી Animal Help
વાયરલ બનેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગધેડા પર બકરી સવાર થઈ પોતાની ભુખ શાંત કરી રહી છે. ઉંચા ઝાડની ડાળી પર પાંદડા ખાવા માટે બકરી સક્ષમ નથી પણ ગધેડો તેની ભુખ શાંત કરવા તેની મદદ કરે છે. ગધેડાની પીઠ પર સવાર થઈ બકરી આરામથી પાંદડા આરોગતી જોઈ શકાય છે. ટુંકમાં ગધેડાએ બકરીની મદદ કરી બકરીના પેટની જઠ્ઠરાગ્ની શાંત કરવામાં મદદ કરી તે આ વીડિયોમાં જોઈ શકાય છે.
આ વીડિયો ટ્વિટર પર @Yoda4ever નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શન પણ જોવા મળે છે કે, ટીમ વર્ક. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે. વીડિયો પર અવનવી કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. જેમાં એક યુઝરે લખ્યુ છે કે, સાચી ફ્રેન્ડશીપ, તો બીજા એ લખ્યું છે કે, દોસ્ત જ દોસ્તને કામ આવે છે.