Telegram founder said Android and Apple more danger than Pagasus virus. smartphone security news in Gujarati.
ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડ્યુરોવએ કહ્યું કે તે 2011થી રશિયામાં રહે છે ત્યારથી જ તેમને કોઇની દેખરેખ હેઠળ રહેવાની આદત પડી ગઈ છે. આ કારણે એમને જ્યારે ખબર પડી કે પેગાસસ સ્પાઇવેર દ્વારા તેની જાસૂસી કરવામાં આવે છે, તો આ સાંભળી તેને જરા પણ આશ્ચર્ય થયો નહતો.
ડ્યુરોવે કહ્યું કે એને એ વાત પહેલેથી ખબર હતી કે તેની જાસૂસી 2018થી કરવામાં આવી રહી છે. એમનું એમ કહેવું છે કે પેગાસસથી વધુ ખતરનાખ એન્ડ્રોઇડ અને એપલ છે. આ લોકો પોતાના બીઝનેસ પ્રોફિટ માટે સરકારની કોઈ પણ વાતો માની લે છે અને તેમણે ડેટા પણ આપી દે છે.
તેનાથી પણ વધુ નોંધનીય તે છે કે તેઓ ગૂગલ અને એપલ જેવી કંપનીઓ વિશે શું વિચારે છે. તેમનું કહેવું છે કે પેગાસસ એ એન્ડ્રોઇડ અને એપલ જેવી ઑપરેટિંગ સિસ્ટમ્સની સામે જાસૂસીનું એક નાનું ઉદાહરણ છે. એમનું એવું માનવું છે કે આ પ્લેટફોર્મ સરકાર સામે ઝુંકી જાય છે અને યુઝર્સની પ્રાઈવસી સાથે ગડબડ કરે છે.
ટેક્નોલૉજી આવવાને કારણે કામ ઘણું સહેલું થઈ ગયું છે પણ આ બધા વચ્ચે પ્રાઈવસી છીનવાઇ રહી છે. કહેવાનો મતલબ એમ છે કે વપરાશકર્તાઓ જાણે છે કે Android અથવા iOS થી તેમની પ્રાઈવસી માટે કોઈ ખતરો છે, તેમ છતાં તેઓએ આ ઑપરેટિંગ સિસ્ટમ પસંદ કરવી પડશે. કારણ કે આ સિવાય કોઈ અન્ય સિસ્ટમ્સ બની જ નથી. એટલા માટે બીજો કોઈ ઓપ્શન બચતો જ નથી.
ડ્યુરોવ કહે છે કે તે આ માર્કેટમાં કોમ્પિટિશન ઈચ્છે છે, જેથી લોકોને પણ વધુ ઓપ્શન્સ મળી શકે અને પ્રાઈવસી સાથે ગડબડ કરતી સિસ્ટમને આરામથી નકારી શકાય છે. ડ્યુરોવ પહેલા પણ એપલ અને ગુગલની ટીકા કરી ચૂક્યા છે. ગયા વર્ષે તેમને વેચેલા તમામ ડિજિટલ સમાન પર 30% સેલ્સ ટેક્સ લાદવા બદલ કંપનીઓને ફટકાર લગાવી હતી.