Vadodara News : વડોદરાના સોખડાનું સ્વામિનારાયણ મંદિર અવાર-નવાર વિવાદોનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ મંદિરના જુથથી જુદા થયેલા પ્રબોધસ્વામિ જુથના આનંદસાગર સ્વામી (Anandsagar Swami)નું એક પ્રવચન હાલ વાયરલ Viral થઈ રહ્યું છે.
અમેરિકાથી કરેલા આ પ્રવચનમાં તેઓએ શિવ ભગવાન અંગે ટિપ્પણી કરી હતી જેના કારણે જાણે રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતી જોવા મળી હતી. સ્વામિના મુખે થયેલા વાણીના પ્રભાવનો રોષ જોતા તેમણે આ બાબતે માફી માંગી હતી.
વધુ વાંચો- હિસાબના બહાને મહિલાને ઘરે બોલાવી શો-રૂમ સંચાલકે આચર્યુ દષ્કર્મ: રાજકોટ
તેમણે સાથે જ ભગવાન શિવને દેવાધિદેવ કહ્યું હતું અને તેઓ આ બાબતે શિક્ષાના ભાગરૂપે 7 દિવસના ઉપવાસ કરશે અને મૌન વ્રત પાળશે.
આનંદસાગર સ્વામીએ માફી માગતી જણાવ્યું કે, દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય છે, પૂજનીય છે ને રહેશે. મેં યુવકની લાગણીને ભાવ આપવાનું કર્યું જેમાં મારાથે જે ભુલ થઈ તે માટે હું સનાતન ભારતીય સંસ્કૃતિના સાધુ તરીકે અંતઃકરણથી શિવભક્તો તેમજ અન્ય ભક્તજનોની માફી માગુ છું.
વધુ વાંચો- રાજકોટ: પોલીસ ચોપડે નોંધાયેલા ગુના હોવા છતાં ‘નીલ’ની પ્રેસનોટ કેમ ? પારદર્શિતા પર સવાલ
સાથે જ તેઓએ ઉલ્લેખ કર્યો છે કે તેમને પ્રબોધસ્વામિએ સાત દિવસનો ઉપવાસ અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે.