Homeગુજરાતઅમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ: નાવલી નદીમાં પુર

અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ: નાવલી નદીમાં પુર

-

વિપુલ મકવાણા, અમરેલી : અમરેલીના સાવરકુંડલામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા નાવલીમાં નવા નીર વહેતા થયા છે. સાવરકુંડલામાં ધોધમાર વરસાદના પગલે નાવલી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.

સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી Amreliના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આજે 4 જૂલાઈના રોજ સવારથી જ સાવરકુંડલામાં સતત વરસાદ વરસતા નાવલી નદી બે કાંઠે વહેતી થઈ હતી. સતત આ રીતે ધોધમાર વરસાદ વરસે તો ખેડૂતોને અતિવૃષ્ટીનો સામનો કરવો પડે તેવી સ્થીતીનો ભય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. તેમાં 7 અને 8 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.

વધુ વાંચો- લોધીકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા PGVCLની સરાહનીય કામગીરી

વધુ વાંચો- સ્માર્ટ સીટી એરિયામાં લાઈટહાઉસની મુલાકાત લેતા મનપા કમિશનર અમિત અરોરા

Must Read