Amreli News Update : અમરેલીના પટેલ સંકુલ સ્કૂલની પાછળ આવેલી અર્જુન નગર 1 સોસાયટીમાં છેલ્લાં 7 વર્ષથી નવદુર્ગા યુવક મંડળ (Navdurga Yuvak Mandal) દ્વારા આ ગરબીનું આયોજન થાય છે. આ ગરબીમાં સોસાયટીના લોકો સાથે મળી આ નવ દુર્ગાના આ નવરાત્રિનું આયોજન કરે છે.
નવદુર્ગા યુવક મંડળ પ્રત્યેક વર્ષે નવીનત્તમ ઉજવણી માટે ઓળખાય છે. જેમાં આ વખતે સોસાયટીની નવ છોકરીને વેશભુષા ધારણ કરી નવ દીકરીઓએ નવદુર્ગાના રૂપ ધારણ કરી નવદુર્ગા માતાજી બનાવી તેમની આરતી અને રાસ લઈ તેમની સાથે રાસની રમજટ બોલાવી બધા લોકો એ સાથે મળી આનંદ ઉઠાવ્યો આ સાથે “નવદુર્ગા ” મંડળનું નામ સાર્થક કર્યું છે.
વધુ વાંચો- મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા પતિએ પરણિતાએ ઢોર માર…
ત્યારે નવદુર્ગા યુવક મંડળમાં સેવા આપનાર મુકેશ ભાઈ દુહેરા, સુરેશભાઈ મેર, રાજુભાઈ ચાવડા, નીતિનભાઈ સરવૈયા, વિનુભાઈ ડાભી, મનીષ ભાઈ સરવૈયા, દીપક ભાઈ જોશી, ચતુરભાઈ ટાંક, રવિ ગોહેલ, હિતેશ ભાઈ ચૌહાણ, મૌલિક ભાઈ ધોળકિયા, કાનાભાઈ ધોળકિયા, કાનાભાઈ વ્યાસ, રવિભાઈ દેવડા,અને ન્યૂઝના રિપોર્ટર વિપુલ મકવાણા પણ હાજર રહ્યાં હતા.
વધુ વાંચો- રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય…