Homeગુજરાતઅમરેલીના બગસરામાં GSRTCની ગુર્જરનગરી બસની ટિકીટ છતાં ડિલક્સ બસમાં મુસાફરી ?

અમરેલીના બગસરામાં GSRTCની ગુર્જરનગરી બસની ટિકીટ છતાં ડિલક્સ બસમાં મુસાફરી ?

-

Amreli news Gujarati વિપુલ મકવાણા, અમરેલી : રાજ્યમાં મોટાપાયે સરકારી બસ સર્વિસનો ઉપયોગ નાગરિકો દ્વારા કરવામાં આવે છે. GSRTC દ્વારા બસની સુવિધામાં અને બસ બુકિંગની સુવિધામાં ફેરફારો કરી ગ્રાહકોને સવલતો વધારવામાં આવે છે. સમયાંતરે સરકાર નવી-નવી બસ, સવલતો અને ડિજિટલાઈઝેશન સહિતના દાવા અને કાર્યવાહી પણ કરતી રહે છે. પરંતુ જ્યારે એવો કિસ્સો સામે આવે કે ગ્રાહક ટિકીટ ગુર્જરનગરીની ખરીદે અને સફર ડિલક્ષ બસમાં સફર કરવા મજબૂર બને છે ત્યારે સરકારના પોકળ દાવા ખોટા સાબીત થયા હોય છે.

GSRTCની ગુર્જરનગરી બસની ટિકીટ છતાં ડિલક્સ બસમાં મુસાફરી – Amreli News in Gujarati

gsrtc amreli bagasara bus bagasara to ambaji gurjarnagari dilux bus issue

અમરેલીના બગસરા ડેપોથી લાંબા રૂટ પરની બસ સવારે સાત વાગ્યે બગસરાથી અંબાજી જવા નિકળે છે. આ બસ ગુર્જરનગરી બસ છે માટે ગ્રાહકો સુવિધા મેળવવા આ બસનું બુકિંગ કરતા હોય છે. વળી એસટી તંત્ર ઓનલાઈન બુકિંગ સુવિધા આપતું હોય લોકો સીટ ઓનલાઈન બુક કરી લેતા થયા છે. પરંતુ આશ્ચર્યજનક વાત છે કે જ્યારે ગુર્જરનગરીની ટિકીટ ખરીદી કરતા પેસેન્જરને ડિલક્ષ બસમાં સફર કરવા મજબૂર થવું પડે છે. ઉપરાંત લાંબારૂટની પ્રવાસી બસ હોય પરિવાર સાથે જતા લોકો મનપસંદ એક-બીજાની નજીક સીટ બુકિંગ કરાવે છે પરંતુ જ્યારે બસ જ ફરી જાય તો સીટનું તો શું થાય ? આ સ્થીતીમાં બસના સ્ટાફ અને પ્રવાસીઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે.

વધુ વાંચો- પક્ષી બચાવવા જતા કાર ચાલકે ફંગોળી નાખતા 2 ના મોત, મૃતકના પિતાએ ફરિયાદ નહીં કરી માફ કરવા કહ્યું

ત્યારે ગ્રાહકો રોષે ભરાઈ કહેતા જણાય છે કે, આમ કેમ ! અમે ગુર્જરનગરી નું ભાડું આપીએ અને તમે સાદી બસ આપો આમ કેમ ? અને ઘણા પેસેન્જર કહે છે કે અમે આમાં અપડાઉન કરીએ છીએ રેગ્યુલર બસ ગૂર્જરનગરી બસ છે પણ મહિના માં 5 થી 7 દિવસ ડીલક્ષ બસ આવે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...