Gujarati news live અમરેલી : ગીરના સાવજ કે’તા સિંહ સાથે સેલ્ફી લેવી જાણે ક્રેઝ બની ગયો હોય તેવું લાગે છે. વનવિભાગ આવા કૃત્યો કરવા બદલ અગાઉ પણ સેલેબ્રિટીઓ સહિતના સામે પગલા લઈ ચૂક્યું છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ બની છે. ધારાસભ્ય દુધાતની સિંહ સાથેની સેલ્ફી મામલે વનવિભાગે તપાસ હાથ ધરવાના આદેશ આપ્યાના અહેવાલ છે. ધારાસભ્યને ટાંકીને આ મામલે ગુજરાતી ન્યૂઝ વેબસાઈટમાં જણાવ્યું છે કે, દુધાતે કહ્યું કે બચાવ કરતા જોવા મળ્યા છે કે શું સિંહ સાથે ફોટો પાડવો ગુનો છે ? અમારી વાડીમાં સિંહ આવે તો શું કરવું ?
ધારાસભ્ય પ્રતાપ દુધાત [MLA Pratap Dudhat]ની જે વાયરલ થઈ રહી છે તેમાં એક સિંહ જોવા મળી રહ્યો છે. જે તસવીર કથિત રીતે અમરેલીના લાઠી વિસ્તારનું હોવાનું માનવામાં આવે છે. વાયરલ તસવીર Viral Photo માં જોઈ શકાય છે કે 5 સિંહ પાણીના કુંડ પાસે આરમ ફરમાવી રહ્યાં છે.

ધારાસભ્ય દુધાતની સિંહ સાથેની સેલ્ફી વિવાદમાં – Amreli News Gujarati

ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની તસવીર મામલે વિવાદ સર્જાતા વિનવિભાગ કાર્યવાહી કરે તેવી લોકમાંગણી ઉઠી છે. એક ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ પ્રતાપ દુધાતે આ તસવીર તેમની હોવાનો સ્વિકાર કરતા કહ્યું કે સિંહ સાતે સેલ્ફી લેવી ગુનો બને છે ? અમારી વાડીએ સિંહ આવે તો શું કરવાનું ? આગળથી ધ્યાન રાખીશું
નેતાઓ પર સામાન્ય રીતે દરેક વિભાગ કાર્યવાહી કરવામાં શરમ અનુભવતા હોય છે. ત્યારે વનવિભાગ ધારાસભ્યના મામલે તપાસ કરી શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.