Homeગુજરાતઅમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૯ મીએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૯ મીએ ભરતી મેળો યોજાશે

-

અમરેલી : અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧૯ જુલાઈ, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔધોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો (Digital Rojgar Bharati Melo) યોજાશે. હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર પ્રા.લી. વિઠ્ઠલપુરા માટે ૧૮ થી ૨૬ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યા અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી લાયકાત પાસ કરેલ ફક્ત પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.

મહિન્દ્રા સી.આઈ.ઈ. ઓટોમોટીવ પ્રા. લી. શાપર માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦ તેમજ ડિપ્લોમા ઇન મિકેનિકલ,આઈ.ટી.આઈ ટર્નર, મશીનીષ્ટ, ફિટર, ડિઝલ મિકેનિકની તકનિકી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો- 10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...