Homeરાષ્ટ્રીયઅમરાવતીમાં થયેલી કેમિસ્ટની હત્યાની તપાસ NIAને સોંપવાનો આદેશ કરતા અમિત શાહ

અમરાવતીમાં થયેલી કેમિસ્ટની હત્યાની તપાસ NIAને સોંપવાનો આદેશ કરતા અમિત શાહ

-

Amravati Chemist Murder Case મુંબઈ : મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલી કેમિસ્ટની હત્યાની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવશે. દેશના કેન્દ્રિય ગૃહમંત્ર અમિત શાહે (Amit Shah)આ તપાસ NIAને સોંપવાનો આદેશ કર્યો છે. આ મામલે સ્થાનિક ભાજપે આરોપ લગાવ્યો હતો કે, આ નિર્મમ હત્યા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તાના નિવેદનની ઘટના સાથે જોડાયેલી છે. કારણ કે મૃતક કેમિસ્ટ ઉમેશ કોલ્હેએ હત્યા પહેલા સોશિયલ મીડિયા ગ્રુપમાં નુપુર શર્માના સમર્થન કરતી પોસ્ટ મુકી હતી. પ્રાપ્ત વિગતો મુજબા આ કેસમાં હાસ સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમરાવતી (Amravati) માં પશુઓની દવાની દુકાન ધરાવતા ઉમેશ કોલ્હેની ગત 21 જૂનની રાત્રીના હત્યા થઈ હતી. રાત્રીના સમયે દુકાન બંધ કરીને પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે હત્યા કરવામાં આવી હતી. શરૂઆતના સમયે અંગત દુશ્મનાવટને કારણે અથવા લૂંટના ઈરાદે હત્યાની ઘટના હોવાનું માનવામાં આવતું હતું. પરતું હજુ સુધી આ ઘટનામાં આવી કોઈ બાબતના નક્કર પુરાવા મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં 6 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુદસ્સીર અહેમદ, શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફિક, શોહેબ ખાન, અતિપ રશિદ અને યુસુફ ખાનનો સમાવેશ થાય છે.

અમરાવતી પોલીસના મૌનને કારણે શંકા વધારે ઉંડી બની રહી હતી. દરમિયાન ભાજપે આ કેસની તપાસ દેશની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી NIAને સોંપવા માંગણી કરી હતી.

Must Read