Homeરાજકારણનરેન્દ્ર મોદી અમેરિકા જતાની સાથે જ રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ...હું દેશની સાથે

નરેન્દ્ર મોદી અમેરિકા જતાની સાથે જ રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ…હું દેશની સાથે

-

મોદી સરકાર માત્ર મિત્રો સાથે’, Rahul Gandhi Says – I Stand With India on PM America Tour

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ફરી એકવાર તમામ મુદ્દાઓ પર કેન્દ્રની મોદી (PM Modi) સરકારને ઘેરી લીધી છે. તેમણે ટ્વિટ (I Stand With India) કરીને નિશાન સાધ્યું કે મોદી સરકાર માત્ર મિત્રો સાથે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આ ટ્વીટ કર્યું છે. તેમણે વારંવાર વડાપ્રધાન પર મિત્રો માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

  • રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશ ખેડૂત-મજૂર-વિદ્યાર્થીની સાથે છે જે અધિકારો અને આત્મસન્માન માટે સત્યાગ્રહ કરી રહ્યો છે.
  • પોતે હંમેશા દેશ સાથે છે અને રહેશે. તેમણે પહેલા જ પીએમ મોદી પર મિત્રો માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
  • આ પહેલા પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે પીએમ ખેડૂતોને તેમના બિઝનેસ મિત્રો માટે બલિનો બકરો બનાવવા માંગે છે.

રાહુલ ગાંધીનું ટ્વીટ – Rahul Gandhi Tweet

“મોદી સરકાર માત્ર મિત્રો સાથે છે, પરંતુ દેશ ખેડૂતો-મજૂરો-વિદ્યાર્થીઓ સાથે છે જે અધિકારો અને આત્મસન્માન માટે સત્યાગ્રહ કરી રહ્યા છે અને હું હંમેશા દેશ સાથે છું અને રહીશ”.

પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. – PM Modi Tour America

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકા પ્રવાસ માટે રવાના થયા છે. કાર્યક્રમ મુજબ, પીએમ મોદી 24 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. બંને વચ્ચે આ બેઠક વોશિંગ્ટનમાં થશે.
  • જાન્યુઆરી 2021 માં જો બાઈડને સત્તા સંભાળી ત્યારથી આ પ્રથમ વખત હશે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમને-સામને બેઠક કરશે.
  • પીએમ મોદી આજે રાત્રે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચશે. વ્હાઈટ હાઉસ દ્વારા પીએમ મોદીની અમેરિકા મુલાકાતને લઈને એક નિવેદન જારી કરવામાં આવ્યું છે.
  • રાષ્ટ્રપતિ બાઈડને ટાંકીને જારી કરાયેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું છે કે અમે પીએમ મોદીને હોસ્ટ કરવા માટે તૈયાર છીએ.

Must Read