Homeગુજરાતરાજકોટક્રાઈમ બ્રાન્ચ દારૂ મામલે સાયલા ફસાણી ત્યાં રાજકોટમાં એક કથિત વિડીયો વાયરલ...

ક્રાઈમ બ્રાન્ચ દારૂ મામલે સાયલા ફસાણી ત્યાં રાજકોટમાં એક કથિત વિડીયો વાયરલ Viral Video

-

Rajkot City Crime News in Gujarati : રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ જાણે વિવાદનો પર્યાય બની ગઈ હોય તેમ છેલ્લા કેટલાક સમયથી આરોપોથી ઘેરાયેલી રહે છે. ગઈકાલે ક્રાઈમબ્રાન્ચના ચાર કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલા ટ્રક સાથે ઝડપી પાડ્યા હતા. કથિત ઘટનામાં પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ સાયલાથી દારૂના ટ્રક સાથે ડ્રાઈવરના અપહરણનો ગુનો નોંધાયો છે. આ ગુનાના આરોપીમાંના ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દેવા ધરજીયા અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે સોશિયલ મીડિયા મારફતે એક વીડિયો વાયરલ Viral Video થઈ રહ્યો છે જેમાં દેવા ધરજીયા સહિત અન્ય એક પોલીસ કર્મચારી દારૂ આપી ગયાની વાત કરતો શખ્સ નજરે પડે છે.

કથિત વાયરલ વિડીયો વર્ષ 2021 નો હોવાનું અને વિડીયોમાં દેખાતો શખ્સ ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે ભંગારનો ધંધો કરે છે તેવી ચર્ચા છે. કથિત વિડીયોની Video પુષ્ટી સત્યમંથન દ્વારા કરવામાં આવતી નથી. પરંતુ જેમના નામ વિડીયોમાં રહેલો શખ્સ લે છે તે જ નામનો એક પોલીસ કર્મી દારૂની ટ્રક મામલે ઝડપાયો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ આ વિડીયો મામલે પણ તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું.

ક્રાઈમ બ્રાન્ચ દારૂ મામલે સાયલા ફસાણી ત્યાં રાજકોટમાં એક કથિત વિડીયો વાયરલ

હાલ તાજેતરમાં જ નિયુક્ત થયેલા ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટને સમજવાનો પ્રયાસ કરતા હોય તેમ જણાય છે. પરંતુ રાજકોટમાં સ્ટાફ જ ક્યાંકને ક્યાંક સંડોવાયેલો હોય તેમને સમજ પાડી શકે તેવું કોઈ ન હોય તેવી શક્યતા છે.

રહ્યું. ઉલ્લેખનીય છે કે, ડીસીપી પ્રવિણકુમાર મીણા દ્વારા 95 લાખના કથીત તોડ કાંડની ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચલાવવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી તે મામલે તેમના દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા હોય તમે કોઈપણ માહિતી પ્રેસ મીડિયા સમક્ષ તેમણે જાહેર નથી કરી.

Must Read