Homeગુજરાતમોરબીમોરબીના મોલમાં પુત્રને માર માર્યા વિડીયો ફૂટેજ જોઈ આઘાત લાગતા પિતાનું મોત:...

મોરબીના મોલમાં પુત્રને માર માર્યા વિડીયો ફૂટેજ જોઈ આઘાત લાગતા પિતાનું મોત: આક્ષેપ

-

Morbi News : મોરબી સ્કાય મોલ (Morbi Sky Mall)ની અંદર આવેલા રિલાયન્સ મોલ (Reliance Mall Morbi)માં નોકરી કરતા યુવાને કેટલાક શખ્સોએ માર માર્યાની યુવકના પિતાએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સામે આવી હતી. પિતાએ પુત્રને માર માર્યાની સીસીીટીવ ફૂટેજ જોતા આઘાત લાગી જતા પિતાનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રિલાયન્સ મોલમાં નોકરી કરતા નરેન્દ્ર દિનેશભાઈ પરમારને ગતરોજ મોલમાં આવેલા શખ્સોએ તકરાર બાદ માર માર્યો હતો. આ ઘટનાની જાણ યુવકે પોતાના પિતાને ઘરે જઈ કરીહતી. સમગ્ર વાત સાંભળી પિતા દિનેશભાઈ પરમારે રિલાયન્સ મોલમાં થયેલી મારા મારીના ફૂટેજ જોવા માંગ્યા હતા.

વધુ વાંચો- જલારામ બાપાને આવેદન પાઠવી જેતપુરના તલાટી મંત્રીઓએ કરી આવી પ્રાર્થના: વીરપુર

પિતા દિનેશભાઈએ પુત્ર નરેન્દ્રને માર માર્યાની ફૂટેજ જોતા આઘાત લાગી ગયો હતો. પુત્રએ પિતાને કથિત રીતે એટેક આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજરોજ દિનેશભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. આ પ્રકારે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.

ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં પરિવારના સગા સબંધીઓના ટોળા ઉમટી પાડ્યા હતા. મૃતક દિનેશભાઈના પરિવારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

વધુ વાંચો- રાજકોટના આ ટ્રસ્ટની ફરાળી પેટીસ તો નથી ખાધીને ?…

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...