Rajkot City News : આરોપો બાદ પૂર્વ મુખ્યમંત્રીનું ભેદી મૌન કેમ ? રાજકોટ પોલિસ કમિશનર (Rajkot Police Commissioner) પર થયેલા કથિત ટકાવારી કાંડના આક્ષેપ બાદ મામલો વધુ આગળ વધ્યો છે. હાલ રાજકોટમાં જમીન અને હવાલાના આક્ષેપો ખાખી થઈ આગળ વધી ખાદી સુધી પહોંચી ગયા છે. આ મામલે સાફ સુથરા હોવાનું કહેવા ખાખી એ મોડા-મોડા અને ટૂંકાણ પૂર્વક (કહેવા પૂરતી) પત્રકાર પરિષદ પણ કરી હતી. પરંતુ હજુ સુધી ખાદીધારીઓ પત્રકારોનો સામનો કરવાની હિંમત કરતા જોવા મળતા નથી. વળી રાજ્યની સત્તામાં અચાનક પલટો આવતા આક્ષેપમાં ઘેરાયેલા ખાદી ધારીને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે.
• રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી આક્ષેપ પર આક્ષેપ બાદ પણ મીડિયાથી દૂર કેમ ?
• રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ લોકદરબાર ભરી ઉછળી-ઉછળીને કરી રહ્યા છે આક્ષેપ.
• દેરાસર માટે કરોડોની જમીન કોડીમાં પડાવ્યાનો પીડિત દિપક ભરવાડનો આક્ષેપ.
• રાજ્યના મુખ્યમંત્રી કાર્યવાહીમાં કોઈની શરમ નથી રાખવાના માટે લાડલા નેતાઓ ગાયબ ?
Rajkot City News : આરોપો બાદ પૂર્વ મુખ્યમંત્રીનું ભેદી મૌન કેમ ?
• કાંડી ચાંપનારાની કલ્પના બહારની આગ લાગી !
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય, સાંસદ સભ્ય અને બાદમાં સરકારના મંત્રી પણ આક્ષેપ કરી ચકચાર મચાવી ચુક્યા છે. આ ઘટનાના પડઘા એવા પડ્યા કે આક્ષેપની કાંડી ચાંપનારાઓની કલ્પના બહાર જતા રહ્યા. કારણકે આ આક્ષેપો બાદ એક પછી એક પીડિત બહાર આવવા લાગ્યા, મીડિયાને આપવીતી જણાવવા લાગ્યા. આમ ખાખીના ખોળામાં ફોડેલા લેટર બોમ્બનો કીચડ ખાદી સુધી પહોંચ્યો હોય તેમ જણાય છે.
જૂઓ વીડિયો : કુવાડવા GIDC પાસે ટ્રકમાં લાગી આગ: રાજકોટ
• ચોર કી દાઢી મેં તીનકા ?
ટૂંકમાં પણ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને તેમના કાર્યકાળમાં તેમના પ્યારા રાજકોટના નેતાઓ (મળતીયા નહીં) પર પણ જમીન કાંડ સહિતના આરોપ લાગ્યા છે. એક જ નહીં પણ બે-બે કથિત કાંડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ખુલ્લે આમ મીડિયા સમક્ષ લેવામાં આવ્યું છે. પણ હજુ સુધી વિજય રૂપાણી સાફ સુથરા હોવાની સ્પષ્ટતા કરવા મીડિયા સમક્ષ નથી પહોંચ્યા. આ વાતને કારણે લોકોમાં ચર્ચા એ જોર પકડ્યું કે, ચોર કી દાઢી મેં તીનકા ?
• પ્રજા નેતાની સફાઈની રાહ જૂએ છે
રાજકોટ ખાખી પર આકરા આક્ષેપો બાદ વિજય રૂપાણીના કાર્યકાળમાં નજીકમાં પ્યારા શહેરના નેતા એવા નીતિન ભારદ્વાજ, રાજુ ધ્રુવ, રાજુભાઇ બોરીચા, નરેન્દ્ર સોલંકી (બાપુ), રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન બોધરા સહિતના લોકો વિરુધ્ધ આક્ષેપો સામે આવ્યા છે. ત્યારે ઘાટ એવો રચાયો છે કે આ નેતાઓ એ સાથે મળી જાહેર પત્રકાર પરિષદ કરી સાફ સુથરા સાબિત થવું પડે તેમ છે. તેમજ શહેરીજનો પણ તેમના નેતાની સફાઈની રાહ જોઈને બેઠા છે.
મહેસૂલ મંત્રીનું સરપ્રાઈઝ ચેકિંગ ! કચેરીમાં હાજર લોકોને પુછ્યો આ સવાલ
• વિજયભાઈ દેશ છોડવાની તૈયારીમાં ?
પરંતુ કમનસીબે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ હજુ સુધી તેમના પર થયેલા આક્ષેપો મુદ્દે મૌન સેવ્યું છે. ત્યાં સુધી કે શહેરના એક અખબારે તો વિજયભાઈ દેશ છોડી દેવાની તૈયારીમાં ત્યાં સુધી છાપી નાખ્યું.
• દલદલમાં ફસાયેલો બચવા પ્રયાસ કરે તો વધું ખુંપે !
આ સિલસિલામા વિજયભાઈના મૌન ને કારણે રાજ્યની અને ખાસ કરીને રાજકોટની પ્રજામાં વિજયભાઇની ઇમેજ ખરડાઈ છે. લોકમુખે એવી પણ ચર્ચા છે કે, વિજયભાઈ આ મામલે જાહેર નિવેદન કરે તો દલદલમાં ફસાયેલો બચવાના પ્રયાસ કરતા વધુ ખુંપી જાય તેવો ઘાટ સર્જાઈ શકે છે.
• જનતા જવાબ માંગે છે
આક્ષેપો સાચા હોય કે ખોટા પણ આક્ષેપો સામે જવાબ આપી જનતાના સંપર્કમાં રહેવું નેતાનું કામ છે. પણ એવું ક્યાંય રાજકોટના નેતાઓમાં જોવા મળતું નથી. ફિલ્મી સ્ટાઇલમાં કહીએ તો જનતા જવાબ માંગે છે.
• મુખ્યમંત્રી બદલાઈ શકે છે
અત્રે રૂપાણી જ્યારે સત્તારૂઢ હતા એ સમયનો એક કિસ્સો યાદ આવે છે. જેમાં માત્ર મુખ્યમંત્રી બદલાઈ શકે છે તેવા સમાચાર લખવા બદલ એક સામાન્ય પોર્ટલના પત્રકાર પર ગુનો દાખલ થતો હતો. અને એજ વિજયભાઈ પૂર્વ મુખ્યમંત્રી બની જતા તેઓ કૌભાંડના આક્ષેપના જવાબ આપવા પણ પત્રકાર પરિષદ નથી યોજતા.
આ બાબતે મુઝફ્ફર વારસીનો એક શેર યાદ આવે છે,
“ઔરો કે ખયાલાત કી લેતે હૈ તલાશી, ઔર અપને ગીરેબાનમે ઝાંકા નહીં જાતા.”
– મુઝફ્ફર વારસી
