કપિલ શર્મા શો ફરી એકવાર ચાહકોને હસાવવા માટે તૈયાર છે. આ શો 21 ઓગસ્ટથી શરૂ થવાનો છે. અક્ષય કુમાર અને અજય દેવગન શોના શરૂઆતી એપિસોડમાં જોવા મળશે. શો સાથે સંબંધિત પ્રોમો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
પ્રોમોમાં અજય દેવગનની ગ્રાન્ડ એન્ટ્રી બતાવવામાં આવી હતી. પ્રોમોમાં અજય કપિલને પૂછે છે કે તમારો શો જાન્યુઆરીમાં બંધ થયો અને ફેબ્રુઆરીમાં બાળક પણ થઈ ગયું. તેના પર કપિલ હસીને કહે છે કે, ફેબ્રુઆરીમાં તો પ્રોડક્ટ રિલીઝ થઈ હતી, 9 મહિના સુધી શૂટિંગ ચાલી રહ્યું હતું.
આગળ કપિલ કહે છે કે આ ફિલ્મમાં અજય દેવગન 300 મહિલાઓ સાથે રનવે બનાવી નાખો છો તો નીતિન ગડકરીજીએ ફોન ન કર્યો કે હવે હાઇવે બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ તમે જ લઈ લો. આના પર અજય કહે છે, મેં તો નથી કર્યું પણ તું ટ્વિટ કરી દે તને તો મોટા મોટા લોકોને ટ્વીટ કરવાનો શોખ છે ને.
પ્રોમોમાં કીકુ શારદા પણ મનોરંજનનો તડકો ઉમેરતા જોવા મળ્યા હતા. નોરા જાલિમા સોંગ પર ડાન્સ પણ કરે છે. પ્રોમો શેર કરતી વખતે સોની ટીવીએ લખ્યું – અજય દેવગન પાસે તમામ સવાલના હાજર જવાબ, કપિલ શર્માની તૈયારી. શો 21 ઓગસ્ટથી શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે.
ધ કપિલ શર્મા શો જાન્યુઆરીમાં બંધ થયો હતો. કપિલે કહ્યું હતું કે તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે, તેથી તેણે બ્રેક લીધો હતો. ફેબ્રુઆરીમાં તેની પત્ની ગિન્ની ચતરથે એક પુત્રને જન્મ આપ્યો હતો. હવે કપિલ શર્મા કામ પર પાછા ફર્યા છે.