Homeરાજકારણહિંમતનગર, ખંભાત મામલે ઔવેસીએ આવું કહ્યું, વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ

હિંમતનગર, ખંભાત મામલે ઔવેસીએ આવું કહ્યું, વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ

-

અમદાવાદ Ahmedabad : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાણે ટાંકણે આવીને ઉભી હોય તેમ જણાય છે. કારણ કે દરેક રાજકીય Politics પક્ષો પોતાના સોગઠા ગોઠવવામાં અને પ્યાદાઓ સેટ કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા ભાજપે કોંગ્રેસની નેતાઓને કેસરીયા ખેસ ધારણ કરાવ્યા હતા. અને આજરોજ આમ આદમી પાર્ટી AAP એ પણ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રિલ રાજ્યગુરૂને ખેસ પહેરાવી દિધો છે. ત્યારે હવે ગુજરાતમાં મુસ્લીમ નેતા AIMIM પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે.

વિધાનસભા ચૂંટણી 2022/ હિંમતનગર ખંભાત મામલે ઔવેસીનું નિવેદન વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ

ગુજરાત Gujarat માં તમામ પક્ષોની રાજકીય હિલચાલ તેજ થઈ તેના પરથી ક્યાશ કાઢી શકાય છે કે, ચૂંટણી માં કેટલી હરિફાઈ જોવા મળશે. આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા સર કરી ગુજરાત તરફ મીટ માંડી છે. બીજી તરફ રાજ્યમાં મુલાકાતે આવેલા AIMIM ના અસદુદ્દીન ઔવેસી પણ પોતાના ઉમેદવાર લડાવશે તેવું જણવાતા જોવા મળ્યા.

સાથે જ ઔવેસી એ રાજ્યમાં ખંભાત અને હિંમતનગર રામનવમીના દિવસે બનેલા હિંસક બનાવો બાબતે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યામાં ફેલાતી અશાંતિ પાછળ  સરકાર જવાબદાર છે.

એક નિવેદનમાં ઔવેસી એ કહ્યું છે કે, તેઓ પોતાની પાર્ટીના પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણી મામલે ચર્ચા વિચારણા કરશે. સાથે જ તેમણે ફોડ પાડી હતી કે AIMIM ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે. ગુજરાતમાં પાર્ટી મજબુત કરવા તેઓ ગુજરાતમાં આવતા રહેશે અને કાર્યક્રમ યોજાતા રહેશે તેમ ઔવેસીએ જણાવ્યું હતું.

બીજી તરફ રાજ્યમાં પ્રધાનમંત્રી મોદી પણ 3 દિવસના પ્રવાસે આવવાના છે. પ્રધાનમંત્રી સાથે ભાજપ સરકારના કેટલાક મંત્રીઓ પણ ગુજરાતમાં આવશે તેવા અહેવાલ છે. વિવિધ કાર્યક્રમો અને ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી હાજર રહેશે સાથે જ આદિવાસી સંમેલનમાં પણ હાજરી આપશે. જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિધાનસભા ચૂંટણીમાં મતદારો આકર્ષવા માટે ઘડવામાં આવ્યો હોય તેવી વાતને બળ મળે છે.

Politics News in Gujarati :

મોટા સમાચાર/ ઈન્દ્રનીલ સાથે બે કોર્પોરેટર AAP માં જતા RMC માં કોંગ્રેસ સફાયા તરફ

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...