Ahmedabad Update News અમદાવાદ : દેશમાં 2 વર્ષથી કોરોનાને પગલે લગભદ દરેક મોટા મેળાવળા અને કાર્યક્રમો બંધ હતા. પરંતુ હવે જ્યારે કોરોનાથી રાહત મળી છે ત્યારે ફરી રંગેચંગે કાર્યક્રમોના આયોજનને પરવાનગી મળવા લાગી છે. આજે અમદાવાદમાં પણ બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી હતી.
વહેલી સવારે અમદાવાદના જમાલપુરથી જગન્નાથ મંદિર [Jaganntah Temple Ahmedabad]થી જળયાત્રા સાબરમતી નદીએ સ્થીત આરા સુધી યોજાઈ હતી. આ જળયાત્રા [Jalyatra]ને મીની રથયાત્રા પણ કહેવામાં આવે છે. વૈભવી જળયાત્રામાં શણગારેલા હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા અને અખાડા જોવા મળ્યા હતા. જળયાત્રા બાદ ભગવાનને ગજવેશ [Gajvesh Darshan]નો શણગાર કરવામાં આવ્યો હતો.
ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા: અમદાવાદ Ahmedabad update News

જળયાત્રા સાબરમતી ખાતે ભૂદરના આરે પહોંચી ત્યારે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાબરમતિના જળને કળશમાં ભરી નિજ મંદિર ખાતે લાવ્યા હતા. અખાડા દ્વારા કરતબો અને બેન્ડવાજાના ધૂમધામ સંગીત વચ્ચે મીની રથયાત્રા એટલે કે જળયાત્રા યોજવામાં આવી હતી. મંદિર પરીસરમાં બે યુવતીઓના અખાડાના કરતબ પણ લોકો દ્વારા વખાણવામાં આવ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત બે વર્ષથી કોરોનાના ભય વચ્ચે યાત્રાનું આયોજન સાદી રીતે થતું હતું. ટૂંકમાં ધાર્મિક વિધિ અને પરંપરાથી આયોજન કરી લેવાતું હતું. પણ હવે જ્યારે કોરોના સામે મોટી રાહત જોવા મળી છે ત્યારે રંગેચંગે ભવ્ય આયોજન કરી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન પણ થશે.

જળયાત્રા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત કેટલાક નેતાઓ ધારાસભ્યો, સાંસદો અને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સહિત કેટલાક પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
