Homeગુજરાતઅમદાવાદગુજરાતમાં ડ્રગ સપ્લાઈના આ બે એપી સેન્ટરની માહિતી મળી પોલીસને: અમદાવાદ

ગુજરાતમાં ડ્રગ સપ્લાઈના આ બે એપી સેન્ટરની માહિતી મળી પોલીસને: અમદાવાદ

-

Ahmedabad Update News અમદાવાદ : રાજ્યમાં ડ્રગ મામલે પોલીસ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે. સતત ડ્રગના જથ્થા, સપ્લાયર અને પેડલરને ઝડપી કાર્યવાહી થઈ રહી છે છતાં પણ ડ્રગનો વેપાર અટકવાનું નામ નથી લેતો. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં 20 નાર્કોટિક્સના કેસ થયા જેમાં 12 એમ.ડી. ડ્રગના છે. પોલીસે આ મામલે ઉંડી તપાસ કરતા તપાસનું એપી સેન્ટર રાજસ્થાનનું પ્રતાપગઢ અને સાંચોર હોવાની માહિતી મળી છે. કારણ કે, અહિંથી જ ડ્રગની કાર્ટેલ ડ્રગ સપ્લાઈન ચલાવી રહી છે. આ મામલે અમદાવાદ એસ.ઓ.જી.ની ટીમ રાજસ્થાનના 2 ડ્રગ ડીલરની ધરપકડ કરવા પ્રક્રીયા હાથ ધરી છે.

પોલીસે શહેરના આશ્રમ રોડ પરની સિટી ગોલ્ડ પાસેની ગલીમાંથી રૂપિયા 3.12 લાખની કિંમતનો 31.200મીલી એમડી ઝડપી પાડ્યો હતો. ડ્રગના જથ્થા સાથે પોલીસે એક પેડલરની પણ ધરપકડ કરી હતી. આ મામલાની તપાસમાં પોલીસને રાજસ્થાનના પ્રતાપગઢ અને સાંચોર એપી સેન્ટર હોવાની માહિતી મળી હતી.

પોલીસે સિટી ગોલ્ડ પાસેની ગલીમાંથી ડ્રગ સાથે પકડેલા આરોપી રઈશ મૂળ દાણીલીમડાનો છે જે હાલ શાહપુર અંબાલાલની પોળમાં રહેતો હતો. આરોપી રઈશ ઉર્ફે પટવા નાસિર પઠાણને તેના ઘર પાસે રહેતા સોહેલે ડ્ગર વેચવા માટે આપ્યું હતું અને આશ્રમ રોડ પાસે સિટી ગોલ્ડ પાસેની ગલીમાં ગ્રાહકનો નંબર આપ્યો હતો. પરંતુ પોલીસે ગ્રાહકને ડિલિવરી થાય તે પહેલા જ રઈશ ઉર્ફ પટવાને પકડી લીધો હતો.

રાજસ્થાનથી ડ્રગના કાળાકારો બાર ચલાવતા માફિયાઓ અમદાવાદ ડિલિવરી કરવા માટે માણસને રૂપિયા 10-15 હજાર આપે છે. ડ્રગ ડીલર માણસને કેરિયર તરીકે બસ કે ટ્રેન મારફતે ગુજરાતમાં અમદાવાદ મોકલી 30 ગ્રામનું કન્સાઈનમેટ આપે જેના માટે 10-15 હજારની રકમ ચૂકવે છે.

આ મામલે એક ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં એસ.ઓ.જી.ના ડીસીપી જયરાજસિહં વાળાને ટાંકીને જણાવ્યું છે કે, જયરાજસિંહે જણાવ્યું છે કે, રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદમાંથી મોટા પાયે એમ.ડી., ગાંજો, કફ સીરપ જેવા નશાકારક પદાર્થોના વેચાણ, હેરાફેરી અને વરરાશ વધ્યો છે. તેના પર પોલીસ સતત મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. જોકે, જોકે દેશભરમાં એમડી ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ-સાંચોરમાંથી સપ્લાય થતુ હોવાની માહિતી પોલીસને મળી છે

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...