Homeગુજરાતરીપેરીંગમાં ગયેલું સી-પ્લેન પરત આવતું નથી ને ગુજરાત સરકારે બીજા 2 સી-પ્લેન...

રીપેરીંગમાં ગયેલું સી-પ્લેન પરત આવતું નથી ને ગુજરાત સરકારે બીજા 2 સી-પ્લેન માંગ્યા

-

આ પ્લેન ગયું તે ગયું હજુ પાછું આવ્યું જ નથી ! અને હવે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસે બીજા 2 પ્લેનની(Sea Plane) માગણી કરી રહી છે.

દેવલ જાદવ, અમદાવાદ(Ahmedabad news) – અમદાવાદમાં ખાતે રિવરફ્રન્ટ પર એક વર્ષ પહેલાં સી-પ્લેન(Sea Plane Project) સેવા શરૂ કરાઇ હતી. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનમાં જવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પણ આ સેવા શરૂ થયા બાદ થોડા જ સમયમાં લોકડાઉન અને પ્લેનના રીપેરીંગના કારણે સેવા બંધ કરાઈ હતી. આ પ્લેનને રીપેરીંગ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું.

આ પ્લેન ગયું તે ગયું હજુ પાછું આવ્યું જ નથી ! અને હવે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસે બીજા 2 પ્લેનની(Sea Plane) માગણી કરી રહી છે.

જુઓ જુનો સી પ્લેન નો વિડીયો –

ગુજરાત સરકારે ગુજરાતમાં કેવડિયા સહિત કેટલાક સ્થળની સી-પ્લેન સેવા શરુ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ મુક્યો છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની સરકાર દ્વારા સી-પ્લેન ખરીદવાની મંજૂરી કેન્દ્ર પાસે માંગવામાં આવી હતી. બાદમાં સરકારમાં મુખ્યમંત્રી સહિતનું મંત્રી મંડળ બદલાતા એજ માગણી ફરી મુકવામાં આવી છે.

ગુજરાતના રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ આ બાબતે જણાવ્યું હતું કે, ” અમે ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ, કેવડિયા, પાલીતાણા પાસે શેત્રુંજય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમ પાસે સી-પ્લેનની સુવિધા શરૂ કરવા ઇચ્છિએ છીએ.

હાલ આપણી પાસે કોઈ સી-પ્લેન ન હોવાને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે બે સી-પ્લેન ખરીદવાની મંજૂરી માગી છે. કેન્દ્ર પાસે સવાર અને સાંજ બે ફ્લાઈટ અમદાવાદથી કેવડિયા માટે શરૂ કરવાની પરવાનગી માગવામાં આવી છે.”

Must Read