Homeગુજરાતઅમદાવાદચેતી જજો ! કારમાં કાળી ફિલ્મ બાઈકમાં મોડિફાઈડ સાઈલેન્સર મામલે અમદાવાદ પોલીસ...

ચેતી જજો ! કારમાં કાળી ફિલ્મ બાઈકમાં મોડિફાઈડ સાઈલેન્સર મામલે અમદાવાદ પોલીસ ખાસ ડ્રાઈવથી કરશે કાર્યવાહી

-

Ahmedabad News અમદાવાદ : ઊનાળાની કાળઝાળ ગરમીમાં કેટલાક ફોર વ્હિલ ધારકો કારના કાંચ પર કાળી ફિલ્મ લગાવે છે. ત્યારે અમદાવાદ પોલીસે આજથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી કારમાં બ્લેક ફિલ્મ હટાવવાનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે. સાથે જ બાઈકમાં મોડિફાઈડ સાઈલેન્સર Modified Silencer પર પણ પોલીસ તવાઈ ચલાવશે.

અમદાવાદ શહેર પોલીસ Ahmedabad Police વિવિધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી વાહનચાલકોને ટ્રાફિક નિયમન અને ઉલ્લંઘન બદલ કામગીરી કરતી હોય છે. તેમ આજથી અમદાવાદ પોલીસ ખાસ ડ્રાઈવ ચલાવશે. આ ડ્રાઈવ એક સપ્તાહ સુધી ચાલશે, 7 થી 12 વાગ્યા સુધી ચાલનાર આ ડ્રાઈવમાં પોલીસ વિવિધ સ્થળો પર ઉભા રહી કારમાં ડાર્ક ફિલ્મ સહિતના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરશે. જો ફિલ્મ લગાવેલી હશેતો દંડ ફટકારવા તેમજ ગુનો નોંધવાની કાર્યવાહી પણ થશે.

Ahmedabad: કારમાં કાળી ફિલ્મ બાઈકમાં મોડિફાઈડ સાઈલેન્સર મામલે અમદાવાદ પોલીસ કરશે કાર્યવાહી

ટુ વ્હિલરમાં પણ જો મોડિફાઈડ કરેલા સાઈલેન્સર જે ધોંધાટ મચાવી દે તેવા હોય છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ માટે શહેરમાં વિવિધ સ્થળો પર સ્પેશિયલ પોઈન્ટ બનાવીને પણ ચેકિંગ હાથ ધરશે.

નિયમો મુજબ કાળી કે ડાર્ક ફિલ્મ કારના કાચ Dark Film પર લગાવી શકાય નહીં. પંરતુ લોકો ઉનાળાની સિઝનમાં ગરમીથી બચવા માટે કારમાં ફિલ્મ લગાવતા હોય છે. આ મામલે પોલીસને નીયમ મુજબ કાર્યવાહી કરવાની હોય છે અને તે વાજબી પણ છે. કારણ કે કાળા કાચ રાખી ગુનેગારો પણ ગુના આચરી શકે છે. પરંતુ સામાન્ય લોકો સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ પ્રકારના કાળા કાચ સાથેની કારનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે નિયમ તો નિયમ હોય અને તે દરેકને લાગુ પડે છે તેમ લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...