Homeગુજરાતઅમદાવાદહનીટ્રેપ કેસ: મહિલા પી.આઈ. ગીતા પઠાણ સહિત 8ને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

હનીટ્રેપ કેસ: મહિલા પી.આઈ. ગીતા પઠાણ સહિત 8ને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

-

Ahmedabad અમદાવાદ : રાજ્યમાં હનીટ્રેપના કેસ અવાર-નવાર સામે આવતા રહે છે. તે પ્રકારે અમદાવાદમાં ગત વર્ષે એખ હનીટ્રેપનો કેસ નોંધાયો હતો. આ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ હતી કારણ કે, આ કેસમાં અમદાવાદના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.આઈ. અને તેમની ટીમની સંડોવણી હોવાનો આક્ષેપ હતો. ચકચારી કેસમાં આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા ચૂકાદો આપ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આ કેસમાં મહિલા પી.આઈ. સહિત 8 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.

અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે 20 માર્ચના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. કેસમાં વેપારી અને બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 8 લાખ પડાવવાનો આરોપ હતો. આ ફરિયાદના ફરિયાદીએ અમદાવાદના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. ગીતા પઠાણ PI GEETA PATHAN સહિત તેમની ટીમ પર સંડોવણીનો આક્ષેપ કર્યો હતો.

હનીટ્રેપ કેસ: મહિલા પી.આઈ. ગીતા પઠાણ સહિત 8ને નિર્દોષ જાહેર કરતી કોર્ટ- Ahmedabad News

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા આ કેસના તમામ 8 આરોપીને આજરોજ નિર્દોષ જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. ચુકાદા બાદ બચાવ પક્ષે રોકાયેલા વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.  “આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, એટલે કે ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું. જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઉપરાંત તોડ બાબતે જે રકમનો દાવો કરવામાં આવ્યો હતો, તે પણ મળી આવી નથી.”

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...