Homeગુજરાતઅમદાવાદસોના-ચાંદીના વેપારીને આ રીતે માયજાળ રચી યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો: અમદાવાદ

સોના-ચાંદીના વેપારીને આ રીતે માયજાળ રચી યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો: અમદાવાદ

-

Honey Trap Ahmedabad : હનીટ્રેપના શીકાર બન્યાની ઘટનાઓ રાજ્યમાં સતત પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સોના-ચાંદીના વેપારીને ફસાવી પૈસા પડાવવાનું કારસ્તાન સામે આવ્યું છે. અમદાવાદના વેપારીની જ્વેલર્સની દુકાન પર ઘરેણાં ગીરવે મુકવાના નામે આવેલી યુવતીએ વેપારીને મિત્રતાની જાળમાં ફસાવી હતી. મિત્રતાની જાળમાં યુવતિએ વેપારીને ફસાવી હનીટ્રેપ ગોઠવી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 9.55 લાખ રૂપિયા પડાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના નરોડા રોડ પર આવેલી જ્વેલર્સની દુકાન ચલાવતા વ્યાપારીને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. તેમની દુકાન પર અંજલી ત્રિવેદી નામની મહિલા આવી હતી. યુવતિએ ગાંધીનગરમાં રહે છે અને લીટલ ચાઈલ્ડ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોવાનું જણાવ્યું હતું. કથિત રીતે અંજલીએ પૈસાની જરૂરીયાત હોય કાનમાં પહેરવાની સોનાની કડી ગીરવે મુકવાની વાત કરી હતી. કડી ગીરવે મુકી અંજલી એક મહિલા બાદ ફરી વેપારીની દુકાને આવી હતી.

ફરી વખત દુકાને આ પૈસાની જરૂર હોવાની યુવતિએ વાત કરી હતી. આમ કરી તેણીએ બીજા 7 હજાર રૂપિયા આપો હું તમેને મારો પગાર થશે ત્યારે પરત કરી દઈશ તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ પૈસા આપીને અંજલીનો મોબાઈલ નંબર લઇ લીધો હતો. બંને વચ્ચે વાતચીત થતાં મિત્રતા થઇ ગઈ હતી અને ત્યાર બાદ અંજલી અવાર-નવાર જ્વેલર્સની દુકાને આવતી હતી. વેપારી અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ શરૂ થઈ ગયો હતો.

Honye Trap: સોના-ચાંદીના વેપારીને આ રીતે માયજાળ રચી યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો: અમદાવાદ

થોડા દિવસ બાદ વેપારીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. વેપારી અને અંજલી હોટેલમાં રોકાયા તે બાબતે વાચ કરી હતી. તેણે વોટ્સએપ પર અંજલી અને વેપારીના ફોટોગ્રાફ મોકલ્યા હતા. આ કરી 6 લાખ રૂપિયાની માગણી કરી તે કહે ત્યાં મોકલી આપવા જણાવ્યું હતું. આવું નહીં કરે તો ફોટા તેની પત્નીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ધમકીથી ગભરાઈ વેપારીએ રૂપિયા આપી દિધા હતા.

ત્યાર બાદ ફરી અંજલી દુકાને આવીને 1.20 લાખ ઉછીના લઈ ગઈ હતી. અચાનક એક દિવસ અંજલી દુકાન આવીને કહ્યું કે હું પ્રેગ્નેટ છું તેમ કહી 50 હજાર માગતા વેપારી આપી દીધા હતા. અંજલીએ વેપારીને ધમકી આપી હતી કે, મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઇશ અને ખોટા કેસમાં ફસાઈ દઇશ. હનીટ્રેપમાં ટુકડીએ વેપારીને છેતરીને 9.55 લાખ પડાવી લીધા હતા.

વેપારીએ સમગ્ર ઘટના પોતાની પત્નીને કરતાં આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા અંજલી, શહેબાઝ અને ઈકરારને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અંજલી અને શહેબાઝ વચ્ચે છેલ્લા ઘણા સામાથી પ્રેમ સંબંધ હતા, અંજલી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેને બી.એડ કરવા માટે 1.20 લાખની જરૂર હતી, ઉપરાંત અંજલીને ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં 14થી 15 લાખનું દેવું થઈ ગયું હતું, જેથી અંજલીએ શહેબાઝ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું, શહેબાઝે આ ષડયંત્રમાં પોતાના મિત્ર ઈકરારને સામેલ કર્યો હતો.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...