Homeગુજરાતઅમદાવાદવિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ

વિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ

-

Ahmedabad News : અમદાવાદ શહેરમાં અવારનવાર મહિલાઓની છેડછાડ કરવાની ઘટનાઓ સામે આવે છે. મહિલાઓની સલામતીને લઇ અવારનવાર સવાલો ઉભા થાય છે. ક્યારેક મહિલાઓ તો ક્યારેક નાની બાળકીઓ પણ હવસનો શિકાર બને છે. આવો જ એક કથિત વિડીયો વાયરલ Video Viral થયો છે.

ક્યારેક અસામાજિક તત્વોના ત્રાસથી શાળા કે કોલેજમાં જતી દિકરીઓને હેરાનગતિ થાય છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 62 વર્ષના વૃધ્ધે હેવાનીયતની હદ વટાવી દીધી છે. વૃધ્ધે ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કરતાં ચકચાર મચી છે.

વધુ વાંચો- માછીમારના પાકિસ્તાન જેલમાં મૃત્યુ, એક જ ગામના 44 માછીમાર છે જેલમાં: ગીર સોમનાથ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ફેમસ ગોદરેજ ગાર્ડન સીટીમાં આ ઘટના બની હતી, જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક 9 વર્ષની બાળકી શાળએથી છૂટીને પરત ફરી હતી અને લિફ્ટમાં 11માં માળે જઇ રહી હતી. તે દરમિયાન તેની પાછળ 62 વર્ષીય ભાનુપ્રતાપ રાણા નામનો વ્યકિત પણ લિફ્ટમાં આવ્યો હતો.

લિફ્ટમાં બાળકીને એકલી જોતા ભાનુપ્રતાપ રાણાની દાનત બગડી હતી અને પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક અડપલા કર્યાં હતા. બાળકીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બાળકીની માતાએ આ અંગે પરિવારને જાણ કરી લિફ્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં નરાધમની હરકતો કેદ થઇ હતી.

જેથી બાળકીના પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station)માં ભાનુપ્રતાપ રાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો (pocso act) ની કલમ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે હાલ નિવૃત જીવન ગુજારે છે અને ગોદરેજ ગાર્ડન સીટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે. પોલીસે આરોપીનો મોબાઇલ ફોન કબજે કરીને FSLમાં મોકલ્યો છે અને આરોપીએ અગાઉ કોઇપણ બાળકી સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરી છે.

Whatsapp ad sm
Whatsapp ad sm

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...