Homeગુજરાતઅમદાવાદસસ્તામાં વિદેશ ટૂરના નામે કરોડોની છેતરપિંડી કેવી રીતે થઈ જૂઓ

સસ્તામાં વિદેશ ટૂરના નામે કરોડોની છેતરપિંડી કેવી રીતે થઈ જૂઓ

-

Ahmedabad News Update : અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પોસે આવેલી ટુર્સ ટ્રાવેલ્સની એફિસના સંચાલકે પેસેન્જરોને સસ્તી દૂબઈની ટ્રીપ (Cheapest Foreign Tour) કરાવવાની લોભામણી જાહેરાત આપી હતી. આ જાહેરાતથી આકર્ષાઇને 1500થી વધુ લોકોએ સંચાલકને ત્યાં એડવાન્સ રકમ જમા કરાવી હતી. પરંતુ સંચાલક લોકોના 12 કરોડથી વધુ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોવાની ચર્ચા શરૂ થઈ છે.

સેટેલાઈટના શિવરંજની પાસે આવેલી ટુર્સ ટ્રાવેલ્સની ઓફિસના સંચાલકે દૂબઈની સસ્તી ટૂર (Dubai Tour) પેસેન્જર દીઠ માત્ર રૂ.૩૯,૯૯૯ની રકમ જેવી લોભામણી જાહેરાત આપી હતી. આ જાહેરાત વાંચીને હજારો લોકોએ બૂકિંગ કરાવવા માટે ઓફિસે પડાપડી કરી હતી. ૧૫૦૦થી વધુ લોકોએ આ ટ્રાવેલ્સ સંચાલકને ત્યાં એડવાન્સ રકમ જમા કરાવી હતી. આ ઉપરાંત આરોપીએ અન્ય ટુર્સ ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી બૂકિંગ લઈ એડવાન્સ રકમ લીધી હતી.

અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના જૂદા જૂદા શહેરોમાં ટ્રાવેલ્સ સંચાલકોએ તેઓના પેસેન્જરોનું બૂંકીગ પણ આ સંચાલકને ત્યાં કરાવી એડવાન્સ રકમ પહોંચતી હતી. લોકોએ કરોડો રૂપિયા આપ્યા છતાં નિયત તારીખે દૂબઈની ટૂર ઉપડતી ન હતી અને અનેક ટૂરો કેન્સલ થતાં આરોપીએ વિઝાની ફાઈલો અટકી હોવાનું બહાનું કર્યું હતું.

વધુ વાંચો- વડોદરામાં ગેસની બોટલ ફાટતાં બેના મોત, આસપાસના 11 મકાનોને ભારે નુકશાન

બે દિવસ પહેલા પણ 200થી વધુ લોકોએ ઓફિસ પર જઈને હોબાળો કરતા આરોપીએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી એટલે આરોપીએ પૈસા પરત કરવા માટે અનેક લોકોને ચેક આપ્યા હતા. તેમજ અમુક લોકોને દૂબઈમાં વિઝાની ફાઈલ ક્લિયર થઈ જશે તેવી ખાતરી આપતા પોલીસ સ્થળ પરથી નીકળી ગઈ હતી. પરંતુ આજે સવારે ટ્રાવેલ્સની ઓફિસમાં શટર પડેલા હતા.

વિડીયો- વિધાનસભામાં ધારાસભ્ય આવું કરવા જાય છે ? જૂઓ વિડીયો

જેથી સ્ટાફના કર્મચારીઓએ સંચાલકને ફોન કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. બીજી તરફ પેસેન્જરોને પણ ઓફિસના શટર પડી ગયાની જાણ થતા તેઓેએ બૂકીંગ કરાવનાર અન્ય પેસેન્જરોને જાણ કરી હતી અને ટ્રાવેલ્સ સંચાલકની ઓફિસની બહાર લોકોના ટોળાં જમા થવા લાગ્યા હતા. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ અરજી થયા બાદ આજે પરેશ ભોગીલાલ નામના અરજદારે બે લાખની ઠગાઈ થયાની અરજી આપી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...