Homeગુજરાતઅમદાવાદઅમદાવાદ શહેરમાં ઘસમસતા ડમ્પરે બાળકનો જીવ લીધો: અકસ્માત

અમદાવાદ શહેરમાં ઘસમસતા ડમ્પરે બાળકનો જીવ લીધો: અકસ્માત

-

Ahmedabad અમદાવાદ : રાજ્યના મહાનગરોમાં બેફામ વાહન ચલાવવાના કારણે અકસ્માત સર્જાતા રહે છે. આ મામલે ગંભીરતા દાખવી કોઈ કડક કાર્યવાહી થશે તેની આશા વચ્ચે વધુ એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ પાસે એક ડમ્પર ચાલકે એક સ્કૂટર સવાર મહિલાને એડફેટ લીધી હતી. આ ઘટનામાં દહર ભટ્ટ નામના બાળકનું મૃત્યુ થયુ છે.

અમદાવાદ શહેરમાં ઘસમસતા ડમ્પરે બાળકનો જીવ લીધો: અકસ્માત Latest News Gujarati

સ્માર્ટ અમદાવાદ શહેરમાં દુઃખદ ઘટના ઘટી છે. જેમાં ઘસમસતા ટ્રકે એક માતા પુત્રને અડફેટ લેતા કુમળી વયના બાળકનું મૃત્યું થયું છે. આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઘટનામાં મૃત્યુ પામેલા બાળક દહર ભટ્ટ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. સાથે જ બાળકની માતા સુરભી પણ ઈજ્જાગ્રસ્ત થઈ છે. મૃતક બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.

Must Read