Homeગુજરાતઅમદાવાદઅમદાવાદ યુનિવર્લ્ડમાંથી વિઝા માટે બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ યુનિવર્લ્ડમાંથી વિઝા માટે બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું

-

અમદાવાદ ન્યુઝ : ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો વિદેશ જવા માટે તલપાપડ હોય છે. વિદેશ પહોંચવા માટે યુવાનો કેટલીક વખત ગેરકાયદેસર માર્ગ અપનાવવા ખચકાટ અનુભવતા નથી. તાજેતરમાં જ અમેરિકામાં કેનેડાના માર્ગે ઘુસણખોરી કરતા યુવાનોના વિવાદિત IELTS પરિક્ષાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે બોગસ માર્કશીટ (Fake Marksheet Scam)ના આધારે વિઝા મેળવવાનું કારસ્તાન સામે આવ્યું છે.

અમદાવાદમાં નકલી માર્કશીટ બનાવનાર ટોળકી પોલીસે પકડી પાડી છે. પોલીસે પકડેલી ટોળકી આંબાવાડી વિસ્તારમાં નકલી માર્કશીટ બનાવી દેવાનું રેકેટ ચલાવી રહ્યાં હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે તારીખ 12 ઑગસ્ટના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન (Ellisbridge police station)ના PSI ડી. ડી. પટેલને નકલી માર્કશીટના કૌભાંડની બાતમી મળી હતી. બાતમીના આધારે આંબાવાડીના ગ્રાન્ડ મોલમાં ત્રીજા માળે આવેલી યુનિવર્લ્ડ (Uniworld Education Ambavadi Ahmedabad)નામની ઓફિસમાં પોલીસે દરોડો કર્યો હતો.

વધુ વાંચો- લોધીકામાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રાજકોટ

પોલીસે દરોડો કરી કારસ્તાન ચલાવી રહેલા આરોપી મનીષ ઝવેરી, નીરવ વખારિયા અને જીતેન્દ્ર ઠાકોરને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પર નકલી માર્કશીટ બનાવવાનો ધંધો ચલાવવાનો આરોપ સબબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો- આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદીની આગાહી

પોલીસે આરોપીઓની કરેલી પુછપરછમાં ખુલવા પામ્યું હતું કે, વિદેશ જવા માટે લોકોને નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતું હતું. આરોપી માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક બોર્ડની અસલી માર્કશીટ લઈ તેમાંથી ગુજરાત બોર્ડનો લોગો અને સિક્કો કાઢી માર્કશીટમાં સુધારો કરી નકલી માર્કશીટ પર તે લોગો અને સિક્કો લગાવી દેતા હતા.

પોલીસને દરોડા દરમિયાન આરોપીની ઓફિસમાંથી 35 જેટલી નકલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઓફિસમાંથી રૂ.23,75,200ની રોકડ, 60 હજારનું કોમ્પ્યુટર, 27 હજારના મોબાઈલ ફોન અને પૈસા ગણવા માટેનું બે હજારનું મશીન મળી કુલ રૂ.24,64,200નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Must Read