Homeગુજરાતઅમદાવાદપાણીનું કૌભાંડ ઝડપાયું ! અમદાવાદમાં આ રીતે પાણીનો વેપાર કરતો શખ્શ...

પાણીનું કૌભાંડ ઝડપાયું ! અમદાવાદમાં આ રીતે પાણીનો વેપાર કરતો શખ્શ પોલીસે ઝડપી પાડ્યો

-

Ahmedabad News અમદાવાદ : રાજ્યમાં થતા વિવિધ કૌંભાડો અને ગેરકાયદેસર ધંધા વિશે સૌ કોઈએ સાંભળ્યુ હશે. પણ ગેરકાયદેસર પાણીનું કૌભાંડ જુજ વખત બહાર આવતું હોય છે. અમદાવાદના સરખેજ-ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બોર બનાવી આસપાસની સોસાયટીમાં પાણી સપ્લાઈ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અમદાવાદમાં સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે. ત્યારે પાણીની અછત સર્જાય અને જરૂરીયાત વધી જાય તે સ્વાભાવિક વાત છે. પરંતુ આ સ્થિતીમાં કેટલાક લેભાગુ તત્વો લાભ ખાટવા માટે વેપાર કરવા નિકળી પડતા હોય છે. એવું જ કંઈક અમદાવાદ પોલીસ ઈન્સપેક્ટર એસ.જી. દેસાઈએ ઝડપેલા કૌભાંડ પરથી જણાય છે.

સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈને ધ્યારે કોમ્બિંગ દરમિયાન ફતેહવાડી વિસ્તારમાં એક દુકાન સામે બોર જોયો. આ બોર થોડો અજુગતો લાગતા પી.આઈ. દુકાનની અંદર તપાસ માટે ગયા હતા. ત્યારે અંદર બેઠેલો આરોપી શખ્સ ફિરોઝ પઠાણ ગુસ્સે થયો અને પોતાની મિલકત પરથી બહાર જવા કહેવા લાગ્યો હતો. જેના કારણે પોલીસની શંકા વધુ દ્રઢ બની અને તપાસ કરતા ફરોઝના ગોરખ ધંધાનો ભાંડો ફૂટી ગયો હતો.

પી.આઈ. દેસાઈને તપાસમાં માલુપ પડ્યુ હતું કે આરોપી ફિરોઝ શેખ ગેરકાયદેસર બોર બનાવી આસપાસની સોસાયટીના 150 જેટલા મકાનોમાં પાણી સપ્લાઈ કરતો હતો. આરોપી દ્વારા પાણીના આપવા માટે પૈસા ઉઘરાવી કમાણી કરવામાં આવતી હતી.

Ahmedabad News : અમદાવાદમાં બોર કરી પાણીનો વેપાર કરતો શખ્શ પોલીસે ઝડપી પાડ્યો

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ આરોપી ફિરોઝે આ બોર 7 વર્ષ પહેલા આ બનાવ્યો હતો. જેના મારફતે  તે આસપાસના વિસ્તારોના રહિશોના ઘરમાં પાણી સપ્લાઈ કરતો હતો. તે મકાન દિઠ પાણી સપ્લાઈ કરવાના રૂપિયા 550 મેળવતો હતો. આમ તેને 7 વર્ષ આ ગેરકાયદેસર વેપાર કર્યો હોય તો પણ 70 લાખ જેટલી માતબાર રકમની કમાણી કરી હોય તેવું માની શકાય છે.

આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી સરખેજ પોલીસ દ્વારા આરોપીએ બનાવેલા બોરને સીલ કરી આરોપી ફિરોઝ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ફિરોઝ અગાઉ પણ વીજચોરીના ગુનામાં પણ પકડાયો હતો અને હવે પાણી ચોરીમાં પકડાયો છે.

આ મામલે કાર્યવાહી કરી સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ જી દેસાઈ દ્વારા જણાવાયું હતું કે, આરોપી ફિરોઝના ગેરકાયદેસર રીતે બનાવેલા બોરની જાણ અમે મહાનગરપાલિકાને કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા ગુરૂવારે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરશે. ઉપરાંત બોરમાંથી મોટર મારફતે પાણી ખેંચવા વીજળી કનેક્શન પણ નહીં લઈ ગેરકાયદેસર કાર્ય કરતો હોય જી.ઈ.બી. અને ટોરેન્ટ પાવરને પણ તેની જાણ કરવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર રીત જે ઘરમાં પાણીના કનેક્શન જતા હતા તે પણ મહાનગરપાલિકા દ્વારા કાપી નાખવામાં આવશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...