35 C
Ahmedabad

પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણવાના ગુનામાં ફરાર ASI અને TRB જવાનની ધરપકડ: અમદાવાદ

Published:

Ahmedabad News અમદાવાદ : પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ કેસ : ગુજરાતમાં દારૂબંધીની મોટી વાતો વચ્ચે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જ પોલીસ ચોકીની અંદર બેસી દારૂની મહેફિલ માણતા ASI અને ત્રણ TRB જવાનો ઝડપાયા હતા. જેમાંના બે આરોપી TRB જવાનોની તાત્કાલીક પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે એક TRB જવાન અને એક ASI ફરાર હતા. આજરોજ ફરાર બંનેની પણ ધરપકડ કરી વિધીવત કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં સંકળાયેલા ASIને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ TRB જવાનોને ટર્મિનેટ કરી પાણીચું પકડાવી દેવાયું છે.

ગત તારીખ 12 જૂનની સાંજે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) પાસે જ આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ચોકીમાં પોલીસ જવાન અને TRB જવાન દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ જતા તર્ક વિતર્ક સર્જાયા હતા. દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાતા નવરંગપુરા પોલીસે બે TRB જવાનોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે એક ASI અને TRB જવાન ભાગી છૂટ્યા હતા. જેમની આજરોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સુત્રો પાસેથી માહિતી મળે છે કે, ASI અને ટીઆરબી જવાન પોલીસ પકડી ન શકે તે માટે પોતાના મોબાઈલ ફોન પણ અવાવરુ જગ્યાએ ફેંકી દીધા હતા.

પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને તેમનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ASI છેલ્લા 30 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે અને છેલ્લા એક વર્ષથી પકડાયેલા ચારેય આરોપીઓ બી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

Related articles

Recent articles