Ahmedabad news today in Gujarati : કોરોનાને પગલે રાજ્યની હાઈકોર્ટમાં Gujarat High court ઑફલાઈન સુનાવણી બંધ હોય હાલ ઑનલાઈન સુનાવણી પ્રક્રિયા કરાય છે. જેમાં વર્ચ્યુલ કોર્ટમાં કોર્ટ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક અધિકારી તેમજ બે કોન્સ્ટેબલ કોઈ મુદ્દત સર ઑનલાઈન કોર્ટમાં હાજર હતા. જેમાં હાઈકોર્ટની કોર્ટની ચાલુ પ્રક્રિયા દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર કોલ્ડડ્રિંક પીતા હતા, જે મામલે ન્યાયધીશે તેમની ઝાટકણી કાઢી હતી.
વધુ વાંચો – ભાઉના રાજમાં હોમ ટાઉન ન સંભાળી શકતા ગૃહમંત્રી રાજીનામું આપે, સુરતમાં બેનર લાગ્યા
હાઈકોર્ટના નિર્દેશને પગલે અમદાવાદ એસ.જી. હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેસનના પી.આઈ. અને બે કોન્સટેબલ હાઈકોર્ટમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન પી.આઈ. કોલ્ડ્રિંક પી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેચે પી.આઈ. સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે તેમના સરકારી વકિલે કોર્ટની માફી પણ માગી હતી અને જણાવ્યું હતુ કે તેઓ ચિંતામાં છે.
Ahmedabad News : કોર્ટ કાર્યવાહીમાં PI કોલ્ડ્રિંક પી રહ્યા હતા High court એ આપી સજા
સરકારી વકિલનો જવાબ સાંભળી ન્યાયધીશે કહ્યું હતુ કે, ‘હવે આ અધિકારી વધારે મુશ્કેલીમાં મુકાશે, અમે અધિકારીને છોડશુ નહીં.’ આ દરમિયાન અમદાવદ શહેર પોલીસ કમિશનર પણ હાજર હતા, જેથી એવી પણ ટકોર કરવામાં આવી કે તેમના ઉપરી અધિકારીની હાજરીમાં તેઓ જાણે કેફેમાં હોય તેમ વર્તન કરી રહ્યા છે જે યોગ્ય નથી.
હાઈકોર્ટે અધિકારીને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, ‘અધિકારી બાર એસોસિએશનમાં કોકાકોલા કે અમૂલ જ્યૂસ-મિલ્કના 100 ટીનનું વિતરણ કરે, જો ન હોય તો સરકારી વકિલ ઑફિસમાં પહોંચાડે.’ સાથે જ એવું પણ જણાવ્યું હતુ કે આ ટીન વકિલો પાસે પહોંચ્યા છે કે નહીં તે બાબતે ખાતરી પણ કરવામાં આવશે.