Homeગુજરાતઅમદાવાદટૂંકા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં આવવું નહીં ! બોપલ પોલીસ સ્ટેશનનું...

ટૂંકા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં આવવું નહીં ! બોપલ પોલીસ સ્ટેશનનું તુઘલકી ફરમાન

-

Ahmedabad News અમદાવાદ : ભારત એક લોહશાહી દેશ છે, લોકશાહીમાં નાગરિકોને ફરજો સાથે કેટલાક અધિકારો પણ મળેલા છે. આ બધું કહેવાની જરૂર નથી પરંતુ, બોપલ પોલીસ સ્ટેશન બહાર લાગેલું લખાણ વાંચીને ભૂલી જવાય તેમ છે કે આપણે લોકશાહી દેશના નાગરિક છીએ. કારણ કે, ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉનની માફક આ પોલીસ સ્ટેશનમાં કઈ પ્રકારના કપડા પહેરીને જવું તે નક્કી કરવામાં આવ્યું છે. બોપલ પોલીસ સ્ટેશનમાં બહાર અને દરવાજા પરનું આ લખાણ વાંચીને એક વખત તો ધ્રાસ્કો પડે તેમ છે.

વાત એવી છે કે, અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન બહાર એક લખાણ સાથેનું પોસ્ટર ચીપકાવવામાં આવ્યું છે. જેમાં લખાણ શબ્દસહ એવું છે કે, “મુલાકાતીઓએ પોલીસ સ્ટેશનમા ટુકા કપડા પહેરી આવવુ નહીં”. આ લખાણને કારણે લોકો એવું માની રહ્યાં છે કે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું આ ‘તુઘલકી ફરમાન‘ છે. કારણ કે તેમાં પોલીસે નક્કી કરી નાખ્યું હોય તેમ જણાય છે કે, જો પોલીસ સ્ટેશનમાં આવવું હોય તો કઈ પ્રકારના કપડાં પહેરવા જોઈએ.

ખરેખર પોલીસનું કામ લોકોની ફરિયાદો લેવાનું, તપાસ કરવાનું, આરોપી પકડવાના અને ન્યાયાલય સમક્ષ રજૂ કરી દેવાના. પરંતુ બોપલ પોલીસ તો હવે વસ્ત્ર પરિધાન બાબતે પણ ધ્યાન આપી વધારે કામ કરતું હોય તેમ જણાય છે. આ મામલે લોકો રમૂજમાં જણાવી રહ્યાં છે કે, ખરેખર તો પોલીસે કયા દિવસે મહિલાએ કેવા અને પુરષે કેવા કપડાં પહેરવા તે પણ નક્કી કરી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ (બરમુડો) પહેરેલા યુવક સાથે ઘર્ષણ થયું હતું. ત્યારે હવે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન બહાર તો પોસ્ટર લગાવી ટૂંકા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું ફરમાન આપી દેવાયું છે.

આ મામલે બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા સાથે વાત કરતા તેઓ પહેલા અજાણ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમનું પોસ્ટીંગને દોઢ મહિનો થયો છે અને આ પોસ્ટર તેમના પોસ્ટીંગ થયા અગાઉના છે. બાદમાં મહિલા પોલીસકર્મચારીઓનો ઓથ પણ લઈ કહ્યું કે ગરીમા જળવાય તેવા કપડાં પહેરીને આવવું જોઈએ. પોસ્ટર મામલે પી.આઈ. છટકવા માટે જે જવાબ આપે તે પણ મોટો સવાલ એ છે કે શું પોલીસ નક્કી કરી શકે કે નાગરિકોને કેવા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં આવવું. શું જાહેરમાં કે પોલીસ સ્ટેશનમાં બરમુડા, શોર્ટસ, ટૂંકા કપડા કે નાઈટ ડ્રેસ પહેરવા પ્રતિબંધિત છે ? શું પી.આઈ. માત્ર કપડાના માપ-સાઈઝથી જ ગરીમા જળવાય તેમ માનતા હશે ?

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...