Homeગુજરાતઅમદાવાદયુ.એન. મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ, સોશિયલ મીડિયા પર પોસ્ટ મામલે કાર્યવાહી: અમદાવાદ

યુ.એન. મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ, સોશિયલ મીડિયા પર પોસ્ટ મામલે કાર્યવાહી: અમદાવાદ

-

Ahmedabad News Gujarati અમદાવાદ : અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલના RMO આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કથિત રીતે આરોપી RMO દ્વારા યુ.એન. મહેતા હોસ્પિટલની બદનામી થાય તે પ્રકારની વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી. RMO કૌશિક બારોટ પર આક્ષેપ છે કે તેમણે હોસ્પિટલ અને અન્ય લોકોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ કરી હતી. આ વિવાદ પોસ્ટ અંગે ફરિયાદ કરવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા RMOની ધરપકડ કરવામાં આવી છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ [U.N. Maheta Hospital]ના RMO કૌશિક બારોટ દ્વારા સોશિયલ મીડિયા પર અને અન્ય લોકો અંગે પોસ્ટ કરી હતી. જે મામલે હોસ્પિટલના ડિરેક્ટર આર.કે. પટેલ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે આજે અમદાવાદ સાયબર ક્રાઈમે હોસ્પિટલના આર.એમ.ઓ. તરીકે ફરજ બજાવતા કૌશિક બારોટની ધરપકડ કરી છે.

યુ.એન. મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ સોશિયલ મીડિયા પર પોસ્ટ મામલે કાર્યવાહી: અમદાવાદ

આર.એમ.ઓ. પર આરોપ છે કે તેઓ ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી દુષ્પ્રચાર કરતા હતા. અને છેલ્લા કેટલાક સમયથી તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલ બાબતે ખરાબ લગાણ તેમજ ત્યાં ટ્રિટમેન્ટ કરવી હિતાવહ નથી તેમ જણાવતી પોસ્ટ કરતા રહેતા હતા.

RMOની ધરપકડ બાદ સામે આવ્યું છે કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા ઉપરાંત મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર જ ન દેખાય.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...