Homeગુજરાતઅમદાવાદફાંસીની સજા: ગર્ભવતી બહેન-બનેવીને સાણંદમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી

ફાંસીની સજા: ગર્ભવતી બહેન-બનેવીને સાણંદમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી

-

આજના તાજા સમાચાર ગુજરાતNews.Gujarati : ગુજરાતના સમાચારJayant Dafda : વર્ષ 2018 માં સાણંદમાં ગર્ભવતી બહેન-બનેવીની હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્યકોર્ટે ચૂકાદો આપતા આરોપીને ફાંસીની Death Penalty સજા જાહેર કરી છે. કોર્ટે આરોપીને મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખ વળતર પેટે ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે.

અમદાવાદ Ahmedabad ના સાણંદ ખાતે તરુણાબહેને પોતાના કુંટુંબીજનોની ઈચ્છા વિરુધ્ધ જઈ લાલો ઉર્ફે દિનેશના ભાઈ વિશાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે વાત તેના ભાઈને પસંદ પડી નહીં અને પોતાની ગર્ભવતી બહેનની તેમજ તેને પતી એટલે કે આરોપીના બનેવી વિશાલની છરીના ઘા મારી હત્યા નિપજાવી દિધી હતી.

Dear Father ગુજરાતી ફિલ્મ – 40 વર્ષ બાદ પરેશ રાવલ ડીયર ફાધરમાં જોવા મળશે

Ahmedabad News.Gujarati : ગર્ભવતી બહેન-બનેવીને સાણંદમાં હત્યા બદલ ફાંસીની સજા

આ હત્યાની ઘટના સમયે આરોપીની બહેન મૃતક તરુણાબહેન 4 માસનો ગર્ભ ધરાવતા હતા. આરોપી હાર્દિકે પોતાની બહેનને છરીના 8 ઘા તેમજ બનેવી વિશાલને 17 છરીના ઘા મારી દિધા હતા. આ ઘટના બાદ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર મામલે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે. એ. ઠક્કરે આરોપી હાર્દિકને બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આરોપીને ફાંસીની સજા ફટકારી છે. નામદાર આરોપીને કોર્ટે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધારે સજા સભંળાવી હતી. નામદાર કોર્ટે મૃત્યુ પામનાર વિશાલના માતા-માતાને રૂપિયા 10 લાખનું વળતર તેમજ સાક્ષીને 50 હજાર કોમ્પોઝિશન ચૂકવવા પણ આદેશ કર્યો છે.

Must Read