36 C
Ahmedabad

પેરામોટર: અમદાવાદ આકાશમાં ઉડતા જવાનો પણ જગન્નાથજી રથયાત્રાના બંદોબસ્તમાં જોવા મળી શકે છે

Published:

Ahmedabad News Gujarati અમદાવાદ : અમદાવાદની વિખ્યાત જગન્નાથ ભગવાનની રથયાત્રા [Jagannath Rath Yatra 2022]ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ સુરક્ષા પૂરી પાડવા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ પોલીસ હાઈટેક સાઘનો જેવા કે સી.સી.ટી.વી. કેમેરા અને ડ્રોન સહિતના સાઘનોથી રથયાત્રા અને તેના રૂટ પર ચાંપતી નજર રાખવા સર્વેલન્સ રૂમ પણ બનાવશે. સૌથી મોટી વાત છે કે હવામાં ઉડતા ડ્રોન સિવાય પણ અમદાવાદ પોલીસ હવામાં ઉડતા વેલટ્રેઈન્ડ જવાનો પણ ગોઠવવાની વ્યવસ્થા કરી રહી છે.

જગન્નાથ રથયાત્રા સમયે માર્ગો પર અને રથયાત્રાના રૂટ પર નજર રાખશે. આ કામ માટે પેરામોટર Paramotor મારફતે જવાનો આકાશમાં ઉડાન ભરી રૂટના ચક્કર લગાવશે. આ પેરામોટરમાં બે વ્યક્તિ બેસી શકે તેવી સુવિધા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. અમદાવાદ પોલીસ દ્વાર પેરામોટર મંગાવી લેવામાં આવી છે. પેરામોટરને ફ્લાઈંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આકાશમાં ઉડતા જવાનો જગન્નાથજી રથયાત્રાના બંદોબસ્તમાં જોવા મળી શકે Ahmedabad News

પ્રાપ્ત અહેવાલો મુજબ અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પેરામોટર આવી ગયા છે. જેની પોલીસ હાલ ટ્રાયલ લઈ રહી છે. પોલીસ જવાનોને પેરામોટરમાં સવાર થઈ આકાશમાં ઉડાડવાની અને સાથે રહેલા કેમેરા દ્વારા સર્વેલન્સ માટે ફીડ કેવી રીતે મોકલવી તેની તાલીમ આપવામાં આવી રહી છે. જેના કારણે પુરી સંભાવના છે કે પોલીસ આકાશમાં પેરામોટર ઉડાવી રથયાત્રાની સુરક્ષામાં વધારો કરી શકે છે. જો આવું થશે તો પ્રથમ વખત હશે કે રથયાત્રામાં પેરામોટરનો ઉપયોગ કરી સર્વેલન્સ કરવામાં આવશે.

Related articles

Recent articles