Homeગુજરાતઅમદાવાદડાન્સમાં હાથ લાગી જવા જેવી નજીવી બાબતે હત્યા, લગ્ન પ્રસંગમાં ખેલાયુ ધિંગાણું:...

ડાન્સમાં હાથ લાગી જવા જેવી નજીવી બાબતે હત્યા, લગ્ન પ્રસંગમાં ખેલાયુ ધિંગાણું: અમદાવાદ

-

Ahmedabad News અમદાવાદ : સમાજ માટે ખતરાનું નિશાન ત્યારે આવે છે જ્યારે નજીવી બાબતોમાં થતા ઝઘડા હત્યા સુધી પહોંચી જતા હોય છે. અમદાવાદમાં વધતા ક્રાઈમ રેટના આંકડા વચ્ચે વટવામાં ડાન્સ કરતા સમયે થયેલી બબાલ હત્યા સુધી પહોંચી છે. લગ્ન પ્રસંગના આયોજનમાં ડાન્સ કરતા સમયે એક વ્યક્તિનો હાથ લાગી જતા યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાની ઘટના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, આરોપી મહેશ ઠાકોર પાડોશમાં લગ્ન પ્રસંગના સમારંભમાં ગયો હતો. જ્યા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજનમાં અજય નામનો યુવક પણ હાજર હતો. જેમાં ગરબા સમયે ડાન્સની ધુનમાં અજયનો હાથ આરોપી મહેશને લાગ્યો હતો. બસ આટલી વાતથી આરોપી મહેશ ઉશ્કેરાય ગયો અને ગરબા પુરા થયા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો.

ગરબા પુરા થયા બાદ મોડી રાત્રીના 1:30 વાગ્યાના સુમારે આરોપી મહેશ અને અજય વચ્ચે ધિંગાણું થયું જે મારામારીમાં મહેશે અજયનું ગળી દબાવી રાખતા અજયનું મૃત્યુ થયું હતું. આ સમયે અજયના ભાઈએ વચ્ચે પડી અજયને છોડાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં અજયને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોકટર દ્વારા અજયને મૃત જાહેર કર્યો હતો. જે મામલે અજયના ભાઈએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી મહેશ ઠાકોરની ધરપકડ કરી હતી.

Must Read