Homeગુજરાતતુવેરદાળ વિતરણમાં 180 કરોડનો સુનિયોજીત કૌભાંડમાં ભાજપ જવાબદાર: મનીષ દોશી

તુવેરદાળ વિતરણમાં 180 કરોડનો સુનિયોજીત કૌભાંડમાં ભાજપ જવાબદાર: મનીષ દોશી

-

આજના તાજા સમાચાર ગુજરાત, અમદાવાદ Ahmedabad News Gujarati : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ Congress સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગરીબોનાં હક્કનું અનાજ તેમના મોં માં અન્નનાં કોળિયાને બદલે અણઘડ, ભ્રષ્ટાચારી વહીવટને લીધે ગુજરાતનાં સરકારી ગોડાઉનમાં પાંચ વર્ષમાંજ ૮.૭૨ લાખ કિલો અનાજ સડી ગયું..! વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૯૪ ટન અને ૨૦૨૦-૨૧માં ૩૪ ટન અનાજ સડી ગયું. આ છે પ્રગતિશીલ ગુજરાત…!

News Gujarati તુવેરદાળ વિતરણમાં 180 કરોડનો સુનિયોજીત કૌભાંડમાં ભાજપ જવાબદાર: મનીષ દોશી

ગુજરાતમાં 21 ટકા લોકો ભૂખ્યા સુવે છે: મનીષ દોશી

કોરોના મહામારીમાં લોકડાઉન પછી અનેક શ્રમિક-વંચિત પરિવારને ખાવાના ફાંફા પડ્યા હોવાનો હંગર વોચ સર્વેમાં ખુલ્લું થયું છે. ગુજરાત Gujarat માં ૨૧ ટકા લોકોને ભૂખ્યા સૂવું પડે છે. કારણકે ઘરમાં અન્નનો દાણો નથી હોતો.

180 કરોડનું સુનિયોજિત કૌંભાડ

અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ તુવેરદાળ ખરીદીમાં મોટા પાયે વિસંગતતા – અનિયમિતતાને પગલે સામાન્ય-ગરીબ પરિવારો ખાનગી દુકાનોમાંથી દાળનીં ખરીદી કરવા મજબૂર બન્યા છે. તુવેરદાળના ગુજરાતમાં અનેક ઉત્પાદકો હોવા છતાં છતા કોટા તુવેર દાળ મિલોથી ઉંચા ભાવે ખરીદી કરતું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની તુવેરદાળ સપ્લાયરો વચ્ચે ગોઠવણથી 180 કરોડ રૂપિયાનું સુનિયોજિત કૌભાંડ ચાલી રહ્યું છે.

વીશેષ આશિર્વાદથી કોન્ટ્રાક્ટનો આરોપ

ત્યારે બજારમાં રૂ. 60 થી 62 માં મળતી તુવેરદાળ રૂ. 95 ના ઉંચા ભાવે ખરીદી પાછળ કોણ જવાબદાર છે? તેનો જવાબ ભાજપ સરકાર આપે. રૂ. 61, રૂ. 64, રૂ. 71 ની તુવેરદાળના વિતરણ માટે અલગ – અલગ ભાવનો ખુદ અન્ન – નાગરિક પુરવઠા વિભાગ સ્વીકાર કર્યો છે સાથોસાથ તુવેરદાળનું ઉત્પાદન નથી કરતી તેવી કંપની વિશેષ આશીર્વાદથી પુરવઠા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.

સળગતા સવાલ કરતા મનીષ દોશી

આવી મળતીયા કંપનીઓ તુવેરદાળનો જથ્થો સમયસર ગુજરાત અન્ન નાગરિક પુરવઠાને સપ્લાય કરવામાં નિષ્ફળ રહી છે તેમ છતાં સચિવાલયમાં બેઠેલા કયા લોકો આવી નિષ્ફળ કંપનીઓને બચાવી રહ્યું છે? અહેવાલો રાતોરાત કોના આદેશથી ગાયબ થયા ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.

News.Gujarati વધું સમાચાર વાંચો

આ છે ગુજરાત ! સરકારમાં આટલી જગ્યા ખાલી, માત્ર 1276 બેરોજગારોને મળી નોકરી

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

વાહ રે સરકાર… વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં ‘કરકસર’ અને સરકારી કાર્યક્રમમાં ‘કરોડોના આંધણ’ !

Must Read