Homeગુજરાતઅમદાવાદઆઈશા અપમૃત્યુ કેસમાં ચુકાદો:  ટૂંકા ગાળામાં કેસ ચલાવી આરોપી પતિને સજા કરતી...

આઈશા અપમૃત્યુ કેસમાં ચુકાદો:  ટૂંકા ગાળામાં કેસ ચલાવી આરોપી પતિને સજા કરતી અમદાવાદ કોર્ટ

-

Ahmedabad News Gujarati : અમદાવાદના આઈશા આત્મહત્યા કેસ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સેસન્સ કોર્ટે આઈશાના પતિ આરિફને આ કેસ મામલે 10 વર્ષ કેદની સજા ફટકારી છે. તારીખ 25 ફેબ્રુઆરના 2021ના રોજ અમદાવાદના સાબરમી રિવરફ્રન્ટ પર આઈશા એ પોતના પતિના અસહ્ય ત્રાસને પગલે મોતને વ્હાલું કર્યુ હતું. આત્મહત્યા પહેલા આઈશા એ વિડીયો બનાવી પોતાની આપવિતી જણાવી હતી તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાહાકાર મચી ગયો હતો.

ગુજરાતમાં આ આઈશાના અપમૃત્યુ બાદ ઘેરા પડઘા પડ્યા હતા. અમદાવાદ સેસન્સ કોર્ટે આ ચુકાદામાં વાયરલ વિડીયો અને વોઈસ સ્પેક્ટ્રોગ્રાફિને મહત્વનો પુરાવો ગણ્યો હોવાના અહેવાલ છે. આ મામલાની ગંભીરતા સમજી કોર્ટે કહ્યું કે ઘરેલું હિંસા (ડોમેસ્ટીક વાયોલેન્સ) ઘટાડવા આરોપીને છોડી શકાય નહીં. સાથે જ કોર્ટે આઈશાના ગર્ભપાતે પણ ખુબ ગંભીરતાથી લીધો છે. કોર્ટે ઘરેલું હિંસાની પીડિત યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.

આઈશાની આત્મહત્યા પહેલાના વાયરલ વીડિયોને જોઈ લોકોના રૂંવાડા ખડા થઈ જતા હતા. આ ઘટનાને આજદિન સુધી ગુજરાતની પ્રજા ભૂલી નથી. આઈશાના આત્મહત્યા પહેલાના શબ્દો “એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” જાણે આજેપણ ગુંજી રહ્યા હોય તેમ જણાય છે. ત્યારે પતિ દ્વારા આપવામાં આવતા દુઃખને પણ છુપાવી પ્રેમના બે બોલ બોલી હસતાં-હસતાં સાબરમતી નદીમાં કુદી મોતને વ્હાલું કરનાર આઈશાને આજે કોર્ટે ન્યાય આપ્યો છે.  

Ahmedabad Gujarati: આઈશા અપમૃત્યુ કેસમાં ચુકાદો:આરોપી પતિને સજા: અમદાવાદ

ઉલ્લેખનીય છે કે, જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મૃતક આઈશાએ મૃત્યુ પહેલા વીડિયો બનાવ્યો હતો જેમાં જણાવ્યુ હતું કે, હેલ્લો, અસ્સલામ વાલીકુમ, મેરા નામ હૈ આઇશા આરિફખાન ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂં વો મેરી મરજી સે કરને જા રહી હૂ. ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહીં હૈ. અબ બસ ક્યા કહે ? એ સમજ લીજીએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ. ઔર ડિયર ડેડ કબ તક લડેંગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, આઇશા લડાઈઓ કે લીએ નહીં બની પ્યાર કરતે હૈ આરિફ સે ઉસે પરેશાન થોડી કરેંગે ? મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.

અમદાવાદના વટવામાં અલઅમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે. લિયાકત અલી મકરાણીની દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. વર્ષ 2018માં દીકરી આઇશા ઉર્ફે સોનુના રાજસ્થાનના ઝાલૌરના આરિફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

વર્ષ 2018માં દહેજ માગી ઝઘડો કરી આઈશાનો પતિ તેને પિયર મુકી ગયો હતો. પિયરથી જમાઈ આરિફ દોઢ લાખની દહેજ પણ લઈ ગયો હતો. પરંતુ બાદમાં આઈશાને તારે મરવું હોય તો મરીજા કહેતા આઈશાએ અંતિમ પગલું ભરી લીધું હતું.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...