Homeગુજરાતઅમદાવાદકેનેડાના વિઝા અપાવી દેવાનું કહી 100 જેટલા લોકોને ઠગી લીધા; પોલીસે કરી...

કેનેડાના વિઝા અપાવી દેવાનું કહી 100 જેટલા લોકોને ઠગી લીધા; પોલીસે કરી ધરપકડ

-

અમદાવાદ : દેશ છોડી વિદેશમાં અભ્યાસ કરવા અને સારી કમાણી કરવા માટે રાજ્યમાંથી કેટલાક લોકો વિદેશ જતા હોય છે. પરંતુ ક્યારેક વિદેશ જવા માટે લોકો ગેરકાયદેસર માર્ગ પણ અપનાવતા હોય છે. ત્યારે તાજેતરમાં જ કેનેડાથી અમેરિકામાં ઘુસવા જતા એક પરિવારના બરફના કારણે પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ત્યારે હવે ઠગ ટોળકીઓ પણ રાજ્યમાંથી વિદેશ જવા લોકોને ઠગવા કાર્યરત હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે વિદેશ જવા ઈચ્છુક લોકો સાથે ઠગાઈ કરતો હતો. આરોપી દ્વારા આશરે 100 જેટલા લોકો સાથે રૂપિયા 5 કરોડ જેટલી માતબાર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાની આશંકા છે. પોલીસ આ મામલે તપાસ કરી સત્ય બહાર લાવે ત્યારે જ સાચો આંકડો સામે આવી શકે તેમ છે.

વધુ વાંચો- વિડીયો : વડોદરાની આ બેંકમાં ઘુસ્યા વરસાદના પાણી ગ્રાહકો ચિંતાતુર બની પહોંચ્યા બેંક પર

પ્રાપ્ત વિગતો મુજબ આરોપી વિરૂધ્ધ અમદાવાના ડીસીબી, નારણપુરા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 39 લાખ 51 હજાર, રૂપિયા 15 લાખ અને રૂપિયા 3 લાખની છેતરપિંડીના આરોપ સાથે કેસ નોંધવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે હાલ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

આરોપી ગુરૂકુળ વિસ્તારમાં મારૂતિ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં સહજાનંદ ઓફસેટ પ્રિન્ટર્સના નામથી પ્રિન્ટિંગનો વ્યવસાય ચલાવતો હતો. બાદમાં તેને હેમલ દવે સાથે મળી ઉડાન હોલીડેઝ નામથી વિઝા કન્સલટન્ટનું કામ શરૂ કર્યું હતું. જ્યાં કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવા માટે લાલચ આપવામાં આવતી હતી.

વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિને તેઓ કેનેડામાં રહેતા મહેન્દ્ર પટેલ નામના પિતરાઈ છે તેને ત્યાં કેનેડામાં હોટલનો વ્યવસાય છે તેવી વાત કરતા હતા. તેમના વ્યવસાયમાં ભાગીદારી કરાવી વિઝા કરાવી દેવા તેમજ પી.આર પણ મળી શકે તેમ જણાવી લોકોને લાલચ આપી છેતરપિંડી કરતા હતા. આમ વિવિધ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદના આધારે અમદાવાદ DCB દ્વારા આરોપી હર્ષિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Must Read