Homeગુજરાતઅમદાવાદનેતાઓ કહે છે AAP ના કાર્યાલય પર દરોડો પણ પોલીસ તો આવું...

નેતાઓ કહે છે AAP ના કાર્યાલય પર દરોડો પણ પોલીસ તો આવું કહે છે !

-

Ahmedabad News : ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે અત્યંત નજીક છે, ત્યારે રાજકીય દાવ પેચ પણ ચરમસીમા પર પહોંચ્યા છે. ગતરોજ આમ આદમી પાર્ટીના ઈશુદાન (Isudan Gadhvi)ની ટ્વિટ બાદ રીત સરનું રાજકારણ ભડકે બળી ગયું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડો (Police Raid At AAP Office) કર્યો અને બે કલાક તપાસ કરી પણ કંઈ ન મળ્યું, માટે કહીને ગયા છે કે ફરી આવીશું. પરંતુ આ મામલે પોલીસનો જવાબ કંઈ જુદો જ છે.

આમ આદમી પાર્ટી હાલ જે સોશિયલ મીડિયા પર જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે, એ સોશિયલ મીડિયાની તાકાત સત્તાપક્ષ અગાઉથી જ જાણી અને ઉપયોગ કરી ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ ટ્વિટ કરી પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, પોલીસે અમદાવાદ AAP કાર્યાલય પર દરોડો કર્યો હતો. આ ટ્વિટને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રિટ્વિટ કરી આક્ષેપ કર્યા હતા.

પરંતુ પોલીસે આ મામલે ટ્વિટ કરી ખુલાસો કર્યો છે કે, આ વાત માત્ર અફવાહ છે. અમદાવાદ પોલીસ દ્વારા આવો કોઈ દરોડો કરવામાં આવ્યો નથી.

ઈશુદાને પોલીસના દરોડા અંગેની બીજી ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણ પોલીસવાળા આવ્યા હતા અને તેમની પાસે કોઈ વોરંટ કે કાગળ ન હતા. દેખીતી રીતે દરોડો ‘અનઅધિકૃત’ હતો. રેકોર્ડમાં ક્યાંય તેનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં કે ગુજરાતમાં લોકોને હેરાન કરવાની આ ભાજપની સ્ટાઈલ છે.

આ અંગે ખુલાસો કરતાં અમદાવાદ પોલીસે ટ્વિટ કર્યું હતું કે, “ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો, આ સમાચાર સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી.”

બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પણ પોલીસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, “ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.”

ઈશુદાન આમ આદમી પાર્ટીના કાર્યાલયની જ્યારે ગોપાલ ઈટાલીયા ડેટા સેન્ટરની વાત કરી રહ્યાં છે. ત્યારે બંને વાતો વચ્ચે વિરોધાભાસ હોય હાલ તો આ મામલે પોલીસ જ તપાસ કરી સત્ય બહાર લાવી શકે છે કે પોલીસે દરોડો કર્યો હતો કે નહીં. પરંતુ હાલ તો રાજકારણ ભડકે બળી રહ્યું છે અને પોલીસના દુર ઉપયોગના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ રાજકીય મેદાન સર કરવાનું શરુ કર્યું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...