Homeગુજરાતઅમદાવાદઅમદાવાદના ડોકટર્સ કરશે બે દિવસની હડતાળ, મનપા માંગે છે બીયુપી સર્ટિફિકેટ

અમદાવાદના ડોકટર્સ કરશે બે દિવસની હડતાળ, મનપા માંગે છે બીયુપી સર્ટિફિકેટ

-

Ahmedbad અમદાવાદ :  અમદાવાદ મહાનગરપાલિકા AMC દ્વારા થોડા સમય પહેલા ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજીસ્ટ્રેશન માટે સી ફોર્મ રજીસ્ટ્રેશન રીન્યુ કરવા માટેના નિયમોમાં એક નિયમનો વધારો કરાયો છે. જે પ્રમાણે હવે સી ફોર્મ રિન્યૂ કરવા માટે હોસ્પિટલ અને નર્સિંગ હોમને બી.યુ. પરમીશન પણ આપવું પડશે.

અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા Ahmedabad Municipal Corporation  દ્વારા હોસ્પિટલ અને નર્સિંગ હોમને સી ફોર્મ રિન્યુ કરવા માટે બી.યુ. પરમીશન આપવાનું ફરજીયાત કરાવમાં આવ્યું છે. જેના કારણે હોસ્પિટલ અને નર્સિંગ હોમ સંચાલકો નારાજ થયા છે. આ નિયમને કારણે ડોકટર્સ અને ખાનગી હોસ્પિટલના સંચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ ઉત્તર નહીં મળતા તેઓ હવે તારીખ 14 અને 15 મેના રોજ હડતાળ Doctor’s strike પર ઉતરવાનો નિર્ધાર કરી બેઠા છે.

Read More: રાજકોટમાં ખુલ્લે આમ યુવતીની છેડતી અને હુમલો, આ છે કાયદો અને વ્યવસ્થા ?

Ahmedabad News: અમદાવાદના ડોકટર્સ ફૂટપાથ ઓપીડી ચલાવી કરશે વિરોધ પ્રદર્શન

આ મામલે ડોકટર્સ જણાવે છે કે, તારીખ 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળ કરવામાં આવશે. અવાર-નવાર રજૂઆતો બાદ પણ કોર્પોરેશન તરફથી કોઈ પગલા લેવામાં નહીં આવતા અમદાવાદ હવે રિવરફ્રન્ટ પર હડતાળનું આયોજન કર્યું છે. સાથે જ તેઓ એ જણાવ્યું છે કે, અમે દર્દીને 2 દિવસની તકલીફ પડશે તેના માટે દિલગીર છીએ. તારીખ 14 અને 15 મેના દિવસે મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રિવરફ્રન્ટ ખાતે ધરણા કરીશું અને ‘ફૂટપાથ ઓપીડી’ કાર્યક્રમ કરીશું.

આ મામલે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ એસોશિએશનના અધ્યક્ષ ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું કે, વર્ષ 214 પહેલાની હોસ્પિટલ અથવા તો ઈમારત બની હોય તેની બી.યુ. પરમીશન લેવામાં હાલ તકલીફ પડે છે. જેના કારણે નવા નિયમ મુજબ અમદાવાદની 50 જેટલી હોસ્પિટલ બી.યુ. પરમીશન વગર બંધ કરવી પડે તેવી સ્થીતી સર્જાશે. આ બાબતે મહાનગરપાલિકા દ્વારા પુનઃવિચાર થવો જોઈએ. આ હોસ્પિટલની ઈમારતોમાં ફાયર એન.ઓ.સી. અને સાધનો પણ છે. પણ મહાનગરપાલિકા દ્વારા મોટી હોસ્પિટલ માટે જે કાયદો લાગુ કરાયો તે નાની હોસ્પિટલ માટે પણ લાગુ કરવામાં આવ્યોછે માટે બધાને લાગુ પડે તેવો નિયમ બનાવવો જોઈએ.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....