Ahmedabad News : અમદાવાદમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘરફોડ ચોરીની સાથે મંદિરની દાનપેટીની ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. તેમાં 5 મહિના અગાઉ રાત્રીના સુમારે ઈસનપુર-વટવા રોડ પર આવેલ ગેબનશહીદ પીરની દરગાહ તેમજ વટવાના અયપ્પા મંદિરની દાનપેટી તોડીને ચોરી કરવામાં આવી હતી. આ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક આરોપીને ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાનપેટી તોડીને ચોરી કરતાં આરોપી સાજીદ શેખ (ઉ.26) ને વટવા ગેબનશહીદ દરગાહ કેનાલ રોડ પર ઝરણાં પાર્ટી પ્લોટ પાસેથી ઝડપી લીધો છે. પકડાયેલો આરોપી છેલ્લા 6 માસથી કોઇ કામ ધંધો કરતો ન હતો.
વધુ વાંચો- વડોદરામાં કેજરીવાલ પર દાવ થઈ ગયો ! જૂઓ વિડીયોમાં શું થયું
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આશરે પાંચ-છ માસ પહેલા રાત્રીના સુમારે ઇસનપુર-વટવા રોડ પર આવેલી ગેબનશહીદ પીરની દરગાહમાં રાખવામાં આવેલી દાનપેટી તોડીને આશરે રૂ.5,000 અને બે માસ પહેલા રાત્રીના સમયે વટવાના નવાપુરા ખાતે આવેલા અયપ્પા (મદ્રાસી) મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટી તોડીને આશરે રૂ.15,000 ની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
આરોપીનો ગુનાહીત ઈતિહાસ જોતા આરોપી અગાઉ 2020માં સાબરમતી પોલીસ સ્ટેશનમાં સાદી ચોરીના ગુનામાં, કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં અને 2021માં વટવા પોલીસ સ્ટેશનમાં બે વાહનચોરીના ગુનામાં પકડાયેલો છે. તેમજ એક ગુનામાં તેને એક વાર પાસા પણ થયા છે જે રાજકોટ જેલમાં કાપ્યા છે.
વધુ વાંચો- રાજકોટમાં ભાજપના આ નેતાનું પોલીસ સાથે ઘર્ષણ: પ્રોટોકલ તોડતા અટકાવાયા હતા