Homeગુજરાતઅમદાવાદલાઉડસ્પીકર દ્વારા અઝાન મામલે જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનવા બજરંગદળની અરજી

લાઉડસ્પીકર દ્વારા અઝાન મામલે જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનવા બજરંગદળની અરજી

-

અમદાવાદ Ahmedabad : મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન મામલે દેશના વિવિધ રાજ્યોમાં વિવાદ છેડાયેલા છે. ત્યારે ગુજરાત પણ આ વિવાદથી દૂર રહ્યું નથી. રાજ્યમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન મામલે એક ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. જે જાહેરહિતની અરજીમાં ગાંધીનગરના બજરંગ દળના અધ્યક્ષે પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અંગે કોર્ટે મુખ્ય PIL સાથે જોડવા નિર્દેશ કર્યો છે. આ મુદ્દે આગામી સુનાવણી તારીખ 8 મે ના રોજ હાથ ધરવામાં આવશે.

જાહેરહિતની અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારના વલણ સામે અણગમો પ્રગટ કર્યો હતો. રાજ્ય સરકારે આ મામલે હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી. મૂળ અરજદારે અગાઉ અરજી પરત લેવા માટે વાત કહી હતી. કોર્ટે આ વલણને બેવડું વલણ ગણાવ્યું હતું.

લાઉડસ્પીકર દ્વારા અઝાન મામલે જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનવા બજરંગદળની અરજી

કોર્ટે સાથે જ સરકાર આગામી સુનાવણી સુધીમાં જવાબ રજૂ ન કરે તો બાદમાં જવાબ રજૂ કરવાની મંજૂરી નહીં અપાય તેવી કડક શબ્દોમાં ટકોર કરી હતી.

લાઉડસ્પીકર મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી ત્યારબાદ અરજદાર ગાંધીનગરમાં જે વિસ્તારમાં રહે છે ત્યાં લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો. તેનના કારણે તેમણે કરેલી અરજી પરત ખેંચવા માગણી કરી હતી પરંતુ કોર્ટે આમ મલો રાજ્યના અન્ય સ્થળોને પણ સ્પર્શે છે કે કેમ ? તે બાબતે રાજ્ય સરકાર પાસે માહિતી માગી હતી.

Must Read