HomeગુજરાતઅમદાવાદCNGમાં ભાવ વધારો/આ તારીખે અમદાવાદમાં રિક્ષા ચાલકોનું સ્વયંભૂ બંધનું એલાન

CNGમાં ભાવ વધારો/આ તારીખે અમદાવાદમાં રિક્ષા ચાલકોનું સ્વયંભૂ બંધનું એલાન

-

Gujarati News Today Latest, અમદાવાદ Ahmedabad : રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ સાથે CNG ગેસના ભાવમાં પણ સતત ભાવ વધારો Price Hike થઈ રહ્યો છે. રાજ્યમાં મોંઘવારી અને ઈંધણના ભાવને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે હવે અદાણી અને ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી.ના ભાવમાં વધારો કરાયો છે. જેની સીધી જ અસર રાજ્યના રિક્ષા ચાલકો પર પડી રહી છે. ભાવવધારાના પગલે અમદાવાદ રિક્ષા ચાલકોના યુનિયન નારાઝ છે અને સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે.

હાલ પેટ્રોલ Petrol અને ડિઝલ Diesel ના ભાવ વધ્યા છે અને સાથે સી.એન.જી. ગેસના ભાવ પણ વધ્યા છે. મોંઘવારીએ સામાન્ય લોકોની કમરતોડી નાખી છે. ઈંધણના ભાવને કારણે આડકતરી રીતે મોટાભાગના વ્યવસાયોને પણ અસર પહોંચે પણ રિક્ષા ચાલકોને સી.એન.જી.ના ભાવ સીધી માઠી અસર કરે છે. રિક્ષા ચાલકો પોતાનું ગુજરાત ચલાવવા ગેસના ભાવ વધે તો ભાડુ વધારે તેવી સ્થિતી છે. પરંતુ પેસેન્જર રિક્ષાના મોંઘા ભાડા આપવા તૈયાર નથી આ સ્થિતીમાં રિક્ષા ચાલકોની દુર્દશા થાય છે.  

CNGમાં ભાવ વધારો/ આ તારીખે અમદાવાદમાં રિક્ષા ચાલકોનું સ્વયંભૂ બંધનું એલાન

વધતા ગેસના ભાવને કારણે હવે રિક્ષા ચાલકોના યુનિયનો નારાઝ થયા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વારંવાર કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યા છે પણ તેમની માગણી સંતોષાતી નથી. ત્યારે હવે તેમણે 15 એપ્રિલના રોજ સ્વયંભૂ બંધનું એલાન જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો સાથે સામાન્ય નાગરિકોને પણ જોડાવા અપીલ કરાઈ છે.

મહત્વની બાબત એ છે કે, રિક્ષા ચાલકો દ્વારા આ બંધનું એલાન 18 એપ્રિલના રોજ આપ્યું હતું, પણ આ  18 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષા હોય માનવતા દાખવી રિક્ષા ચાલકો એ 15ના રોજ બંધનું એલાન જાહેર કર્યુ છે.

Viral News Gujarati Today Read Here :

વિડીયો/નાચતા-નાચતા ફાયરિંગની ગોળી માસુમ બાળકની આંખમાં વાગી

જૂઓ વાયરલ વીડિયો- જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Must Read