Homeગુજરાતઅમદાવાદ27 કરોડનો સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી તો ઓનલાઈન સટ્ટો નિકળ્યો: અમદાવાદ

27 કરોડનો સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી તો ઓનલાઈન સટ્ટો નિકળ્યો: અમદાવાદ

-

અમદાવાદ સમાચાર : અમદાવાદ સાયબર ક્રાઈમને 27 કરોડની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ મળતા ખળભળાટ મચી ગયો હતો. વિશાલ ગાલાએ પોતાની સાથે તમીલનાડુ સરકારનું બેગના ટેન્ડરની લાલચ આપી ઓનલાઈન રૂપિયા 27 કરોડની ઠગાઈ થવાની પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસ તપાસ કરવામાં આવતા એકદમ નવો નક્કોર ખુલાસો થયો છે. આ ખુલાસો ફરિયાદથી એકદમ ઉલટ હોય પોલીસ તપાસ અને ફરિયાદની દિશા બદલી હોવાના અહેવાલ છે. પણ તેના કરતા મહત્વની વાત છે કે જો પોલીસ ઓનલાઈન સટ્ટાના અને જુગારના નેટવર્ક વિશે સમજાવ માંગે તો ઘણી મોટી લીડ મળી તેમ કહી શકાય છે.

વિશાલ ગાલાએ રૂપિયા 27 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરતા સાયબર ક્રાઈમ (Cyber Crime Ahmedabad) પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસમાં પોલીસે આરોપીના મોબાઈલની કોલ ડિટેઈલ મેળવી લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસ લોકેશનના આધારે બેંગ્લોર પહોંચી આરોપી કરનસિંધ દાનસિંધ રાવત (રાજપુત) ઉમર વર્ષ 34ની અટક કરી હતી. પોલીસે અટક કરી આરોપીની પુછપરછ કરતા પોલીસ સામે નવો નક્કોર ખુલાસો આવ્યો કે આ પૈસાની રકમ તો ઓનલાઈન ગેમ્બલિંગ (Online Gambling)ની હતી. પોલીસની વિગતો મુજબ આરોપી FONEPAISA કંપનીનો ડિરેક્ટર છે.

આરોપી કરનસિંઘની પુછપરછમાં ખુલ્યું કે આરોપીએ વિશાલ ગાલાને કોઈ ટેન્ડર કે રો-મટીરીયલ્સ આપવાનું કહીને પૈસા ભરાવ્યા નથી. પરંતુ આ પૈસા તો વિશાલ ગાલાએ જાતે જ INDIA24BET.COMનામની નોન સ્કીલ ગેંમીંગથી પૈસા હારજીત કરવા માટે ભાર્યા હતા. આ રકમ તેણે પોતાના પર્સનલ ખાતામાંથી અને તેની કંપની ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લીમીટેડના ખાતામાંથી FONEPAISAના નોડલ બેંક અકાઉન્ટમાં ભર્યા હતા. પોલીસે કરનસિંઘની પુછપરછ બાદ વિશાલ ગાલાએ ટેન્ડરના જણાવેલા વ્યવહારોની ચકાસણી કરતા તમામ એન્ટ્રી મેચ થતી હતી. જેથી પોલીસ તપાસમાં વિશાલ ગાલાએ ખોટી ફરિયાદ આપી હોવાનું ફલીત થયું હતું. આ મામલે પોલીસે બીજ ગેમ્બલિંગનો ગુનો દાખલ કરી કારય્વાહી કરી ચે અને આરોપીના 2 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આમ ટૂંકમાં ફરિયાદી પણ આરોપી નિકળતા જોવા જેવો ઘાટ રચાયો હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

આ ઘટના પરથી ઓનલાઈન ગેમ્બલિંગની વેબસાઈટો ભારતમાંથી બેઠા બેઠા ભારતીયો જ ચલાવતા હોવાનું ફલિત થતું હોય તેમ જણાય છે. વળી પૈસાની લેવડ-દેવ઼ડ ભારતીય કંપનીના ખાતા બનાવી કરવામાં આવે છે. આમ સરકાર અને પોલીસ તંત્રને ગોટે ચઢાવી ઓનલાઈન જુગારનો ધંધો ચાલતો હોય તેમ જણાય છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...