Homeગુજરાતઅમદાવાદભિક્ષા નહિં શિક્ષા, અમદાવાદમાં હાઈટેક સિગ્નલ સ્કૂલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ભિક્ષા નહિં શિક્ષા, અમદાવાદમાં હાઈટેક સિગ્નલ સ્કૂલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

-

આજના તાજા સમાચાર ગુજરાત, અમદાવાદ Ahmedabad : રાજ્યમાં સિગ્નલ પર ઉભા રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચીત હોય છે. મોટાભાગે તેની પાછળનું કારણ શિક્ષણ બાબતે જાગૃતિ અને નાણાનો અભાવ જ હોય છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા AMC દ્વારા આ કારણોનો તોડ શોધવા નવતર પ્રયાસ કર્યો છે. સિગ્નલ પર ફરતા રહેતા બાળકોને અભ્યાસ માટે Signal School મોટું પગલું કહી શકાય તેમ છે.

અમદાવાદ શહેરમાં ગરીબ પરિવારના બાળકોને સારૂ શિક્ષણ હાથવગુ કરાવવા માટે AMC દ્વારા મહાનગપાલિકા સ્કૂલ બોર્ડે સિગ્નલ શાળા Signal School શરૂ કરી છે. જાહેર માર્ગો પર ચાર રસ્તે સિગ્નલ પર રખડતા બાળકો માટે આ નવતર પ્રયોગ કરાયો છે.

સિગ્ન સ્કૂલની વિશેષતા એ છે કે તે કોઈ ઈમારતમાં નથી બનાવવામાં આવી. આ શાળાને ખાસ બસમાં ડિઝાઈન કરી તૈયાર કરાઈ છે. આ બસને સિગ્નલ સ્કૂલ નામ આપવામાં આવ્યું છે. સિગ્નલ સ્કૂલને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી આપી ખુલ્લી મુકવામાં આવી હતી.

ભિક્ષા નહિં શિક્ષા: અમદાવાદમાં હાઈટેક સિગ્નલ સ્કૂલનો પ્રારંભ – આજના તાજા સમાચાર ગુજરાત

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આજથી શરૂ કરવામાં આવેલ સિગ્નલ સ્કૂલથી આશા સેવાઈ રહી છે કે ગરીબ અને વંચીત બાળકો શિક્ષણ મેળવશે. સાથે જ વિવિધ આર્થિક રીતે નબળા વર્ગના વિસ્તારોમાં બાળકોના શિક્ષણનું સ્તર ઉંચે જશે. જેના કારણે સિગ્નલ પર રખડતા બાળકો શિક્ષણ મેળવી ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે.

વાયરલ ખબર અને ટ્રેન્ડિંગ વીડિયો જોવા માટે અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા AMC દ્વારા વર્ષ 2021-22 ના બજેટમાં સિગ્નલ સ્કૂલ માટે એક ખાસ જોગવાઈ કરી છે. જેનો હેતુ છે કે સિગ્નલ પર જોવા મળતા ગરીબ બાળકો શાળાએ જઈ ન શકતા હોય તેમને શિક્ષણ પુરૂ પાડવામાં આવે. જેના માટે ખાસ જોગવાઈ કરી બજેટમાં આ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે જેનો અમલ પણ કરાયો છે.
બસમાં બનેલી સિગ્નલ સ્કૂલને શાળાના ક્લાસ રૂમ જેવી જ બનાવવામાં આવી છે. જેમાં અભ્યાસ કરવા માટે તમામ વ્યવસ્થા પણ કરાઈ છે. આ પ્રકારની 10 સિગ્નલ સ્કૂલ બસ બનાવવામાં આવી છે. ભિક્ષા નહીં શિક્ષા ના ઉદ્દેશ સાથે સિગ્નલ સ્કૂલ શરૂ કરાઈ છે.

આ બસો અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા, આરટીઓ, નારોલ, વસ્ત્રાપુર, નરોડા સહિતના વિવિધ વિસ્તારોમાં જશે અને શાળાએ ન જઈ શકતાં બાળકોને સિગ્નલ પાસે જ શિક્ષણ આપવામાં આવશે.

સિગ્નલ સ્કૂલમાં એક બસ દિઠ બે શિક્ષકો રાખવામાં આવશે. જે બાળકોને અભ્યાસ કરાવશે. જેમાં એક મુખ્ય શિક્ષક તો એક હેલ્પર તરીકે કાર્ય કરશે. સોમવારથી શનિવાર સુધી વિવિધ વિસ્તારોમાં આ બસ ફરી બાળકોને પાયાનું જ્ઞાન આપશે.

હાઈટેક સિગ્નલ સ્કૂલમાં સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવ કેમેરા પણ ફિટ કરાવમાં આવ્યા છે. ત્યારે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા રમકડા અને એલઈડી સ્ક્રિન સહિતની સુવિધા ઉપલ્બધ કરાવાઈ છે. સાથે જ લાઈટ, પંખા અને પીવાના પાણીની પાયાની સગવડ આ બસમાં રાખવામાં આવી છે. 12 કરોડની જોગવાઈ આ પ્રોજેક્ટ માટે ખાસ કરીને સિગ્નલના બાળકોને ધ્યાને રાખી કરાઈ છે તે સરાહનિય બાબત છે.

Must Read