Homeગુજરાતઅમદાવાદનરોડા GIDC માં કંપનીમાં આગની ઘટના, કર્મચારીનું દુર્ઘટનામાં મૃત્યુ: અમદાવાદ

નરોડા GIDC માં કંપનીમાં આગની ઘટના, કર્મચારીનું દુર્ઘટનામાં મૃત્યુ: અમદાવાદ

-

Ahmedabad local News : નરોડા GIDC માં કંપનીમાં આગની ઘટના કર્મચારીનું દુર્ઘટનામાં મૃત્યુ: અમદાવાદ. ઉનાળામાં જાણે આભ અગન વરસાવે તેવી સ્થિતી છે. ત્યારે અમદાવાદની વધુ એક કંપનીમાં આગ લાગવાનો બનાવ નોંધાયો છે. નરોડા GIDC ના ફેઝ 2માં આવેલી કંપનીમાં આગ લાગી હતી. આગના કારણે કંપનીમાં કામ કરતા એક કર્મચારીનું મૃત્યુ થયું છે. મૃતક કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નરોડા GIDC ના ફેઝ 2માં આલ્ફા મેટલ નામની ખાનગી કંપનીમાં સવારે 11:00 વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગની ઘટનામાં કંપનીના કર્મચારી મહોબ્બતસિંહ પરમાર ઈજાગ્રસ્તનું મૃત્યુ થયુ છે. મૃતક આગ કર્મચારી આગની ઝપટે આવી જવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા અને દમ તોડ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા તે પહેલા કર્મચારીએ દમ તોડ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોબ આગ પર કાબુ મેળવી સ્થીતી કાબુમાં કરી હતી. કર્મચારીનું મૃત્યુ થતા પોલીસ કાફલો અને એફ.એસ.એલ.ની ટીમ ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે, ડાય કાસ્ટિંગ મશીનનું ઓઈલ ઓવર હિટ થવાના કારણે દુર્ઘટના ઘટી હતી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...