Homeગુજરાતઅમદાવાદતિસ્તા, શ્રીકુમાર અને સંજીવ બાદ પણ ધરપકડનો દોર ચાલું રહેશે ? ગુનાનો...

તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ બાદ પણ ધરપકડનો દોર ચાલું રહેશે ? ગુનાનો સમયગાળો 20 વર્ષ બતાવ્યો છે

-

અમદાવાદ ન્યૂઝ : ગુજરાત રમખાણો 2002 મામલે ઝાકીયા ઝાફરી (Zakia Jafri)ની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. બાદમાં સરકાર તરફે પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે ફરિયાદ દાખલ કરતા મુંબઈથી તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ આર.બી. શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ જેલમાં રેલા પૂર્વ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ પણ આ ફરિયાદમાં આરોપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફરિયાદમાં ગુનો બન્યાનો સમયગાળો 1 માર્ચ 2002થી 25 જૂન 2022 સુધી દર્શાવાયો છે. જેના લીધે 20 વર્ષ જેટલા ગાળામાં રમખાણો મામલે ભીંસમાં લેનારા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલી રમખાણો મામલે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આરોપો થયા હતા. જે મામલે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ (Teesta Setalvad), અને પૂર્વ આઈ.પી.એસ. આર.બી (R B Sreekumar). શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt)ની ભૂમિકા પર સુપ્રીમ કોર્ટે સવાલો કરતા નોંધ્યું હતું કે, કાયદાની પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી છે જેમણે પણ આ પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

ત્યારે મહત્વની વાત છે કે, ગુજરાત પોલીસે નોંધેલી ફરિયાદમાં ગુનો બન્યાનો સમયગાળો 20 વર્ષનો જણાવાયો છે. જેના કારણે આશંકા સેવાઈ રહી છે કે, આ સમયગાળામાં નરેન્દ્ર મોદી અને તેમની સરકારને આરોપીના કઠેડામાં ખડા કરનારને આરોપી બનાવી શકે છે.

આ 20 વર્ષના સમયગાળામાં કેટલાય રાજકીય પક્ષો, સંગઠનો દ્વારા નરેન્દ્ર મોદી અને સરકાર પર આક્ષેપ બાજી કરી હતી. સાથે જ કેટલીક કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગૃહમંત્રી અમિત શાહે આપેલા ઈન્ટરવ્યુમાં સૂચક રીતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી નરેન્દ્ર મોદી ઉપર આરોપ કરનાર કેટલાક પત્રકારો અને સ્વૈચ્છિક સંગઠનોએ મોદીની માફી માગવી જોઈએ. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ફરિયાદ નોંધી હતી. જેથી શક્તાઓ વ્યક્ત કરાઈ રહી છે કે, તિસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન કરનાર પર હવે તપાસ એજન્સીની નજર કરી શકે છે. ટૂંકમાં હાલ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદમાં હાલમાં ભલે ત્રણ હોય પણ આ યાદી લંબાઈ શકે તેમ છે.

Must Read