Homeગુજરાતઅમદાવાદગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાર્થીઓ વિનામૂલ્યે ઈ-રિક્ષાનો લાભ મેળવી શકશે, ગ્રીન કેમ્પસ તરફ કદમ

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાર્થીઓ વિનામૂલ્યે ઈ-રિક્ષાનો લાભ મેળવી શકશે, ગ્રીન કેમ્પસ તરફ કદમ

-

અમદાવાદ Ahmedabad News Gujarati : વધતા પ્રદુષણને ધ્યાને રાખી વિશ્વ ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ ઢળી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી એ પણ સરાહનીય પગલું ભર્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેમ્પસને આગામી સમયમાં ગ્રીન કેમ્પસ Green Campus બાનવવાની તરફ આગે કદમ કર્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ યુનિવર્સિટીને બે ઈ-રિક્ષા E-Rickshaw ની ભેટ આપી છે. મહત્વની વાત છે કે ભેટમાં મળેલી ઈ-રિક્ષાનો લાભ કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીસ વિનામુલ્યે ઉપયોગ કરી શકશે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે ત્યારે પાર્કિંગથી કોલેજ સુધી પગપાળા જવુ પડે છે પરંતુ હવે તેઓને ઈ-રિક્ષાનો લાભ મળશે.

Ahmedabad અમદાવાદ/ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાર્થીઓ વિનામૂલ્યે ઈ-રિક્ષાનો લાભ મળશે

વિશાળ કેમ્પસ ધરાવતી ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ એક સ્થળેથી બીજે સ્થળ પહોંચવા ચાલવું પડે છે. પણ હવે તેઓને ઈ-રિક્ષ Free E-Auto ની સુવિધા એ પણ વિનામુલ્યે મળશે. હાલ તો આ પ્રાયોગીક પ્રોજેક્ટ માત્ર કેમ્પસ પુરતો સિમિત છે પણ આગામી સમયમાં તેને હોસ્ટેલ સહિતના વિસ્તારો સુધી વિસ્તરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવા માટે વિદ્યાર્થી કે સ્ટાફને કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે.

બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં કચરો એકત્રીત કરી નિકાલ કરવા વાહનોનો ઉપયોગ થાય છે. જે વાહનો ડિઝલ આધારીત છે, પરંતુ પ્રદુષણને અને ડિઝલના વધતા ભાવને ધ્યાને રાખી તે વાહનો પણ આગામી સમયમાં ગ્રીન એનર્જી આધારીત જોવા મળશે. આ ઈ વાહનનો ઉપયોગ કરી યુનિવર્સિટીને ગ્રીન કેમ્પસ Green Campus University તરફ લઈ જવા સરાહનીય કાર્ય કરી રહી છે.

આજના વધુ સમાચાર વાંચો:

કૃષ્ણ પ્રેમી આહિર સંજય અને કરશન ભાદરકાનો વિરોધ, પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે વિવાદમાં

હાસ્યાસ્પદ વિડીયો- સગાઈમાં બીજી યુવતી સાથે વાતમાં મગ્ન વરરાજાને લાઈન પર લાવી દિધો પત્નીએ

ગઈકાલે બ્રુકલિન સબવે હુમલામાં શંકાસ્યદની ઓળખ, પોલીસે ધરપકડની પ્રક્રિયા શરૂ કરી

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...